Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:20
20 Iomraidhean Croise  

અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


પણ ફકત પડદાની પેલી પર તે ન જાય, ને વેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોડ છે; રખેને તે મારા પવિત્રસ્થાનને વટાળે; કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.”


ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,


[તે જ વખતે] મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.


વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો.


તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઘેટાંનું બારણું હું છું.


હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ‍ચરવાનું મળશે.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને,


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


તે આશા આપણા આત્માને માટે લંગર સરખી, સ્થિર તથા અચળ, અને પદડા પાછળના સ્થાનમાં પેસનારી છે.


અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને પરમપવિત્રસ્થાન [કહેતા હતા] ;


તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાન [માં જવા] નો માર્ગ ઉઘાડો થયો નથી.


કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે’. તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.


ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે; એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.


કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તનું [મનુષ્ય] દેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે.


Lean sinn:

Sanasan


Sanasan