Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્‍ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞ વર્ષોવર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને [નિયમશાસ્‍ત્ર] કદી સમર્થ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 10:1
13 Iomraidhean Croise  

પછી તેણે દહનીયાર્પણ રજૂ કર્યું, ને વિધિ પ્રમાણે તે ચઢાવ્યું.


કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે [કામ] તેને અશક્ય હતું તે ઈશ્વરે [કર્યું, એટલે] પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી,


તેઓ તો થનાર વાતોનો પડછાયો છે, પણ શરીર ખ્રિસ્તનું છે.


માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્‍નિધ જઈએ.


હવે જો લેવીયના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત (કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્‍ત્ર મળ્યું હતું), તો હારુનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઉત્પન્‍ન થવાની શી અગત્ય હતી?


તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો, ત્યારે ઈશ્વર તરફથી સૂચના મળી હતી તેમ. કેમ કે તેમણે કહ્યું, “જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો, તે પ્રમાણે બધી વસ્તુઓ કાળજી રાખીને બનાવ.”


પણ ખ્રિસ્ત, હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખયાજક થઈને, હાથથી બનાવેલો નહિ, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહિ, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,


આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી. પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા યજ્ઞથી શુદ્ધ કરવાની અગત્ય હતી.


વળી જેમ આગળ પ્રમુખયાજક બીજાનું રક્ત લઈને પરમપવિત્રસ્થાનમાં વર્ષોવર્ષ પ્રવેશ કરતો, તેમ અમને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan