Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હું સર્વ પ્રજાઓને ઉથલાવી પાડીશ. તેમનો સઘળો ખજાનો અહીં લાવવામાં આવશે અને મંદિર વૈભવથી ભરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતી વસ્તુઓ મારી પાસે લાવશે, અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:7
36 Iomraidhean Croise  

અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


યાજકો પવિત્રસ્થાનમાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે,


મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શકયા નહિ; કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું.


તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહિ, કેમ કે યહોવાના ગૌરવથી ઈશ્વરનું મંદિર ભરાઈ ગયું હતું.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.


યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.


તારી દષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો: તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે; તારા પુત્રો દૂરથી આવશે, ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.


કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.


હું ઉલટાવી, ઉલટાવી, ઉલટાવી નાખીશ! જે હકદાર છે તે આવશે ત્યાં સુધી એ સ્થિતિ પણ રહેવાની નથી; અને હું તે [તને] આપીશ.


જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.


કેમ કે મારાં આવેશમાં ને મારા ક્રોધાગ્નિમાં હું બોલ્યો છું કે, નક્કી તે દિવસે ઇઝરાયલના દેશમાં એટલો મોટો ધરતીકંપ થશે કે,


પછી તે મને ઉત્તર દરવાજાને માર્ગે મંદિરની આગળ લાવ્યો. હું જોઈ રહ્યો, તો જુઓ, યહોવાના ગૌરવથી યહોવાનું મંદિર ભરાઈ ગયું હતું; અને હું ઊંધો પડ્યો.


પર્વત પર જાઓ, ને લાકડાં લાવીને મંદિર બાંધો. અને તેથી હું રાજી થઈશ, ને હું મહિમાવાન મનાઈશ, ” એમ યહોવા કહે છે.


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તે રોજ મંદિરમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ તથા લોકોના મુખીઓ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા.


તે આત્મા [ની પ્રેરણા] થી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્‍ત્રના વિધિ પ્રમાણે કરવા માટે તેનાં માબાપ તેને અંદર લાવ્યાં.


ત્રણ દિવસ‌ પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો, તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો જોયો.


તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ, વડીલો સહિત, પાસે આવીને ઊભા રહ્યા.


તેમનું સાંભળવા માટે બધા લોકો પરોઢિયે તેમની પાસે મંદિરમાં આવતા હતા.


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


વળી ઈશ્વર વિશ્વાસથી વિદેશીઓને ન્યાયી ઠરાવશે, એ અગાઉથી જાણીને પવિત્રશાસ્‍ત્રે ઇબ્રાહિમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી, “તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે.”


કેમ કે [ખ્રિસ્ત] માં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે.


Lean sinn:

Sanasan


Sanasan