Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તમારી સાથે કોલકરાર કરીને જે વચનો મેં કહ્યાં તે પ્રમાણે હું તમારી સાથે છું, ને મારો આત્મા તમારામાં રહે છે; તમે બીહો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્યારે તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તમારી સાથે કરાર કરીને જે વચનો સ્થાપ્યાં તે પ્રમાણે, મારો આત્મા તમારી મધ્યે છે. તમે બીશો નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “‘તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,’

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:5
26 Iomraidhean Croise  

આ [લડાઈ] માં તમારે યુંદ્ધ કરવું નહિ પડે. હે યહૂદિયાના તથા યરુશાલેમ [ના લોકો] સ્થિર થઇને ઊભા રહો, અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, બીશો નહિ. તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવા તમારી સાથે છે.”


વળી બોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો, ને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ, ને તેઓની તૃષા છિપાવવા માટે તેઓને પાણી આપ્યું.


તોપણ તમે તેઓ પ્રત્યે બહુ વરસો સુધી ખામોશી રાખી, ને તમે તેઓને તમરા આત્મા વડે તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી; તોપણ તેઓએ સાંભળ્યું નહિ; માટે તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.


મેં મિસરીઓને જે વિતાડયું, તથા કેવી રીતે હું તમને ગરૂડની પાંખો ઉપર ઊંચકીને મારી પાસે લાવ્યો તે તમે જોયું છે.


અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.”


પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યાં; અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.”


પછી મૂસાએ રક્ત લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, “જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”


અને યહોવાએ કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્વર્યકૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ; અને જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાનું કામ જોશે; કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.


અને મૂસાએ જલદીથી જમીન સુધી માથું નમાવીને ભજન કર્યું.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ નહિ; હું તને સહાય કરીશ.


ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.


તેમ જ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, મેં આ સમયે યરુશાલેમનું તથા યહૂદાના વંશજોનું ફરીથી ભલું કરવાનું ધાર્યું છે; તમારે બીવું નહિ.


ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


અને યહોવાએ યહોશુઆએ કહ્યું, “બીશ નહિ, ને ગભરાઈશ નહિ; તારી સાથે સર્વ લડવૈયાઓને લે, ને તેના લોક, ને તેનું નગર, ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યાં છે.


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


અને શમુએલે લોકોને કહ્યું, “બીહો નહિ; એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું; તો પણ યહોવાને અનુસરવાથી આડઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હ્રદયથી યહોવાની સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan