Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “આ મંદિરનો અગાઉનો વૈભવ જોયો હોય એવો કોઈ તમારામાં હજી હયાત છે? અત્યારે તે તમને કેવું લાગે છે? એ તમને મામૂલી નથી લાગતું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ‘શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી?

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:3
8 Iomraidhean Croise  

દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી.


તેઓએ યહોવાની સ્તુતિ કરતાં તથા તેમનો આભાર માનતાં સામસામા [ઊભા રહીને] ગાયું, “તે મહેરબાન છે, ઇઝરાયલ પર તેમની દયા સદાકાલ સુધી [ટકે છે].” યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી.


પણ યાજકો તથા લેવીઓ તથા પિતૃઓના [કુટુંબોના] વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે પ્રથમનું મંદિર જોયું હતું તેઓની નજર આગળ જ્યારે આ મંદિરનો પાયો નંખાયો, ત્યારે તેઓ મોટી પોક મૂકીને રડ્યા. વળી ઘણાએ હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જયજયકાર કર્યો;


તમારાં પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે, સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે.


તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે [સોનુંરૂપું] તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે, અને આ સ્થાનમાં હું સલાહશાંતિ આપીશ. એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan