Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 [પ્રભૂ કહે છે,] “હવે, કૃપા કરીને આજથી માંડીને પાછળના વખતનો, એટલે યહોવાના મંદિરના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો તે પહેલાંના વખતનો, વિચાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુ કહે છે, “તમે મંદિર બાંધવાનું શરૂ કર્યું તે પહેલાં તમારી કેવી હાલત હતી તેનો વિચાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હવે, કૃપા કરીને આજથી માંડીને વીતેલા વખતનો, એટલે યહોવાહના સભાસ્થાનના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો તે અગાઉના વખતનો વિચાર કરો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવા કહે છે, “‘હવે કૃપા કરીને આજથી માંડીને ભૂતકાળ પહેલાના વખતનો વિચાર કરો, યહોવાનું મંદિર બાંધવા માટે કોઇ પથ્થર મૂકવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 2:15
14 Iomraidhean Croise  

જ્યારે બાધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇઝરાયલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડા આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા.


યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરનું કામ અટક્યું, અને ઇરાનના રાજા દર્યાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું.


જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાની કૃપા વિષે વિચાર કરશે.


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.


તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


એ સર્વ વખતમાં જ્યારે કોઈ વીસ [માપ] ના ઢગલા પાસે આવતો ત્યારે તેને ત્યાં ફકત દશ જ [માપ મળતાં] હતાં. જ્યારે કોઈ માણસ દ્રાક્ષાકુંડ પાસે પચાસ માપ કાઢવાને આવતો, ત્યારે તેને તેમાં ફકત વીસ જ [માપ મળતાં] હતાં.


કૃપા કરીને આજથી માંડીને આગળનો વિચાર કરો, નવમા [માસ] ની ચોવીસમી તારીખથી, એટલે યહોવાના મંદિરનો પાયો નંખાયો તે દિવસથી, વિચાર કરો.


કેમ કે તે વખત પહેલાં માણસને મજૂરી મળતી નહોતી, તેમ જ પશુને માટે પણ ભાડું મળતું નહોતું. દુશ્મનને લીધે બહાર જનારને કે અંદર આવનારને કંઈ પણ ચેન પડતું નહોતું; કેમ કે મેં સર્વ માણસોને પોતપોતાના પડોશી વિરુદ્ધ ઉશ્કેરી મૂકયા હતા.


પણ હવે આ લોકોમાંના બચી રહેલાઓ પ્રત્યે હું પહેલાંની જેમ વર્તીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તો જે કામોથી તમે હમણાં શરમાઓ છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે [કામો] નું પરિણામ મરણ છે.


પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહિ આવે.


Lean sinn:

Sanasan


Sanasan