Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ, પરિણામે થોડું જ મળ્યું, અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા, ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું, એનું કારણ શું?” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા પૂછે છે. “કારણ તો એ છે કે, તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો, ને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શા માટે?’ ‘કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ તો ખરા, મળ્યું થોડું; અને જ્યારે તમે ઘેર લઇ આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શાથી? કારણ, મારું મંદિર ખંઢેર હાલતમાં પડ્યું છે ત્યારે તમે સૌ પોતપોતાના ઘરની ચિંતામાં પડ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:9
25 Iomraidhean Croise  

દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


ત્યારે યહોવાની ધમકીથી, તેમનાં નસકોરાંના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.


જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફ્વા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. અને હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નંખાવીશ.’”


હું ઈશ્વરને કહીશ કે, મને દોષિત ન ઠરાવો. તમે મારી સાથે કેમ ઝઘડો કરો છો તે મને બતાવો.


એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.


જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.


સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે; મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે; જોવાથી આંખ તૃપ્ત થતી નથી, અને સાંભળવાથી કાન ધરાતા નથી.


ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય ચે; કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે; લોકો ખચીત ઘાસ જ છે.


કેમ કે દશ એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઊપજ થશે, ને એક ઓમેર બીમાંથી એક એફાહની ઊપજ થશે.”


તેઓએ ઘઉં વાવ્યા છે, પણ કાપણી કાંટાની કરી છે; તેઓએ મહેનત કરી, પણ તેમને કંઈ લાભ થયો નહિ. અને યહોવાના કોપાવેશને લીધે તેઓ પોતા [ના ખેતરો] ની ઊપજથી લજ્જિત થશે.”


હું તારા પર મારો કોપ રેડીશ. મારો ક્રોધરૂપી અગ્નિ હું તારા પર ફૂંકીશ, અને પશુવત્ તથા નાશ કરવામાં બાહોશ એવા માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.


અને પાંચમે વર્ષે તમારે તેનું ફળ ખાવું, એ માટે કે તે તમને વધારે ફળ આપે; હું યહોવા તમારો ઈશ્વર છું.


આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”


તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંત:કરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ. હા, હું તેમને શાપરૂપ કરી ચૂકયો છું, કેમ કે તમે તમારા અંત:કરણમાં એ ઠસાવતા નથી.


તું ખેતરમાં ઘણું બી લઈ જશે, પણ થોડી ફસલ ઘેર લાવશે; કેમ કે તીડ તે ખાઈ જશે.


તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Lean sinn:

Sanasan


Sanasan