Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 “તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 “જયારે આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે, ત્યારે તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું?

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:4
25 Iomraidhean Croise  

રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “હવે જુઓ, હું એરેજવૃક્ષના લાકડાની ઈમારતમાં રહું છું, પણ યહોવાનો કોશ તંબુમાં રહે છે.”


એલિશાએ એને કહ્યું, “પેલો માણસ પોતાના રથમાંથી ઊતરીને તને મળવા પાછો આવ્યો, ત્યારે મારું હ્રદય શું [તારી સાથે] આવ્યું નહોતુ? શું રૂપું લેવાનો, અને વસ્ત્ર, જૈતવાડીઓ, દ્રાક્ષાવડીઓ, ઘેટાં, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે?


તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે, અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.


તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; તેઓએ તમારા નામનું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.


મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;


તે કહે છે, ‘હું મારે માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, ’ ને તે પોતાને માટે [તેમાં] બારીઓ મૂકે છે; અને તેની છત પર એરેજકાષ્ટનાં પાટિયાં જડે છે, ને તેના પર હિંગળોક ચોપડે છે.


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મિખા મોરાશ્તી ભવિષ્ય કહેતો હતો; તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમ [ખંડિયેરના] ઢગલા થશે, ને મંદિરનો પર્વત વનનાં ઉચ્ચસ્થાનો જેવો થશે.


તો હું આ મંદિરને શીલો જેવું કરી નાખીશ, ને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં આ નગરને શાપિત કરીશ.”


યહોવા કહે છે: “જેને તમે નિર્જન, પશુહીન અને ઉજ્જડ સ્થાન કહો છો, એવા આ સ્થાનમાં એટલે યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના નિર્જન, વસતિહીન, તથા પશુહીન અને ઉજ્જડ મહોલ્લાઓમાં,


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.


તેણે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાળી નાખ્યાં, અને યરુશાલેમનાં સર્વ ઘર, એટલે સર્વ મોટાં ઘર તેણે આગ લગાડીને બાળી નાખ્યાં.


પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે, તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે.


સોનું કેવું ઝાંખું પડ્યું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! પવિત્રસ્થાનના પથ્થર સર્વ મહોલ્લાઓને નાકે વિખેરાયેલા છે.


ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, મારા પવિત્રસ્થાનને, જે તમારા સામર્થ્યનું ગૌરવ છે, જે તમારી આંખોને પ્રિય છે, ને જેના પર તમારા મનમાં દયા આવે છે તેને હું ભ્રષ્ટ કરીશ; અને તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ જેમને તમે તમારી પાછળ મૂકી ગયા છો તેઓ તરવારથી પડશે.


અને પાંચમે વર્ષે તમારે તેનું ફળ ખાવું, એ માટે કે તે તમને વધારે ફળ આપે; હું યહોવા તમારો ઈશ્વર છું.


એથી તમારે કારણે સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમના ઢગલા થઈ જશે, ને [ઈશ્વરના] મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીઓના જેવો [થઈ જશે].


ત્યારે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું કે,


તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


“તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ, પરિણામે થોડું જ મળ્યું, અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા, ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું, એનું કારણ શું?” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા પૂછે છે. “કારણ તો એ છે કે, તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો, ને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે.


પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.


કેમ કે બધા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.


Lean sinn:

Sanasan


Sanasan