Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હાગ્ગાય 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘આ પ્રજા કહે છે કે, “વખત, હજુ આવ્યો નથી. એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે, “આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સૈન્યોનો દેવ યહોવા હાગ્ગાયને કહે છે કે, “આ પ્રજા કહે છે કે, મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




હાગ્ગાય 1:2
14 Iomraidhean Croise  

ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજકને તથા [બીજા] યાજકોને બોલાવીને તેમને કહ્યું, “તમે મંદિરની ભાંગતૂટ કેમ સમારતા નથી? તો [હવે પછી] તમારા લાગતાવળગતા પાસેથી કંઈ પૈસા લેશો નહિ, પણ મંદિરની ભાંગતૂટને માટે તે સોંપી દો.”


જ્યારે રહૂમ તથા ચિટનીસ શિમ્શાય તથા તેઓના સંગાથીઓની આગળ આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર વાંચવામાં આવ્યો, ત્યારે તેઓએ ઉતાવળે યરુશાલેમ આવીને યહૂદીઓને જોરજુલમથી અટકાવ્યા.


યહૂદિયાના લોકોએ કહ્યું, “મજૂરો થાકી ગયા છે, અને કચરો તો હજી બહું છે, માટે અમે કોટ બાંધી શકતા નથી.


આળસુ કહે છે, ‘બહાર તો સિંહ છે; હું રસ્તામાં માર્યો જઈશ.’


માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.


જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.


મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલની પાસે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆની પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે,


ત્યારે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું કે,


પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું, “એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી; કેમ કે તેઓ આપણા કરતાં બળવાન છે.”


Lean sinn:

Sanasan


Sanasan