Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમની બાજુએથી કિરણો [ફૂટે] છે; અને તેમનુમ સામર્થ્ય ગુપ્ત રહેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમના હાથમાંથી કિરણો ફૂટે છે. તેમનું સામર્થ્ય ત્યાં જ છુપાયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી; ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:4
14 Iomraidhean Croise  

વળી જે માર્ગે તેઓએ જવું જોઈએ, તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેધસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.


આ તો તેમના માર્ગોનો માત્ર ઈશારો છે. આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે?”


તમે વસ્‍ત્રની જેમ અજવાળું પહેરેલું છે; અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.


તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢાં વાદળ જતાં રહ્યાં, કરાં તથા અગ્નિના અંગારા [પડ્યા].


અને તેઓ દિવસે તેમ જ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા માટે મેઘસ્તંભમાં, ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં, તેઓની આગળ આગળ ચાલતા.


અને તે મિસરીઓના સૈન્ય તથા ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવી રહ્યો; અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. અને તે આખી રાત એક [સૈન્ય] બીજાની પાસે નહોતું આવતું.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


તેની કમરનો તથા તેની ઉપરનો દેખાવ તૃણમણિના તેજ જેવો, તથા તેની અંદર ચારે તરફ અગ્નિના દેખાવ જેવો જોયો, ને તેની આસપાસ ચળકાટ હતો.


અને જુઓ ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ પૂર્વને માર્ગેથી આવ્યું, તેમની વાણી ઘણાં મોજાઓની ગર્જના જેવી હતી. અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan