Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના [પગ] જેવા ચપળ કરે છે, ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે. (મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે [ગાવાને].)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુ પરમેશ્વર મને સામર્થ્ય બક્ષે છે. તે મારા પગને હરણના જેવા ચપળ બનાવે છે અને મને પર્વતીય સ્થાનોમાં સંભાળીને ચલાવે છે. (સંગીત સંચાલક માટે નોંધ: ગીત તંતુવાદ્ય સાથે ગાવાનું છે.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 યહોવાહ મારા પ્રભુ તથા મારું બળ છે; તે મારા પગ હરણના પગ જેવા ચપળ કરે છે અને તે જ મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે. મુખ્ય ગાયક માટે તારવાળાં વાજિંત્ર સાથે ગાવાનું ગીત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યહોવા મારા પ્રભુ મારું બળ છે; તે મને હરણના જેવા પગ આપશે અને તે મને સુરક્ષાથી પર્વતો ઉપર લઇ જશે. મુખ્ય ગાયક માટે. તારવાળાં વાજિંત્ર સાથે ગાવું.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:19
25 Iomraidhean Croise  

અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.


તે મારા પગને હરણીના [પગ] જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.


હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.


ઈશ્વર જે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધે છે, અને મારો માર્ગ સીધો કરે છે.


તે મારા પગ હરણીના જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.


તે મારા હાથોને લડતાં શીખવે છે; તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.


હે ઈશ્વર, તમારે નામે મને બચાવો, અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.


જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”


મારા વિષે કહેવાશે કે, ‘ફકત યહોવામાં ન્યાયીપણું, તથા સામર્થ્ય છે; લોકો તેમને શરણે આવશે, ને તેમની સામે જેઓને રોષ ચઢયો હતો, તેઓ સર્વ લજવાશે.


તો તું યહોવામાં આનંદ પામીશ; અને હું પૃથ્વીનાં ઉચ્ચસ્થાઓ પર તને સવારી કરાવીશ; અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ:” કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે.


પ્રભુ યહોવા કહે છે કે, શત્રુઓ તારી વિરુદ્ધ ‘વાહ વાહ’ કહ્યું છે, ને [કહ્યું છે કે,] ‘પ્રાચીન ઉચ્ચસ્થાનોની માલિકી અમે ભોગવીએ છીએ.’


હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.


તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.


તેમણે ઇઝરાયલને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર બેસાડ્યો, અને ખેતરની ઊપજ તેણે ખાધી. અને યહોવાએ તેને ખડકમાંથી મધ, તથા ચકમકના ખડકમાંથી તેલ ચુસાવ્યું.


હે ઇઝરાયલ, તને ધન્ય છે; યહોવા જે તારી સાહ્યની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે! અને તારા શત્રુઓ તારે તાબે થશે; અને તું તેઓનાં ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.”


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


અને આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan