હબાકુક 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા. મારા હાડકાંમાં સડો લાગ્યો છે અને મારી જગાએ હું કાંપ્યો છું. જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચઢી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું; મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે, મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે, પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે. Faic an caibideil |