Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તમારા લોકોના ઉદ્ધારને માટે, તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે તમે સવારી કરો છો. દુષ્ટના ઘરમાંથી તમે શિરને કાપી નાખો છો, ને ગરદન સુધી તેના પાયા ઊઘાડા કરી નાખો છો. (સેલાહ)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો. તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. સેલાહ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમે તમારા લોકોના ઉધ્ધારને માટે, વળી તમારા અભિષિકતના ઉધ્ધારને માટે પણ બહાર ગયા. તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:13
26 Iomraidhean Croise  

દાઉદ બાલ-પરાસીમમાં આવ્યો, ને ત્યાં દાઉદે તેઓને માર્યા. અને તેણે કહ્યું, “જેમ પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયા છે. એ માટે તેણે તે ઠેકાણાનું નામ બાલ-પરાસીમ પાડ્યું.


[તે એમ કહેતા,] “માર અભિષિક્તોને છેડશો નહિ, મારા પ્રબોધકોને ઉપદ્રવ ન કરો.”


તેમણે પોતાના સેવક મૂસાને, તથા પોતાના પસંદ કરેલા હારુનને મોકલ્યા.


વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી [રણક્ષેત્ર] ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.


હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને ઉત્તર આપશે.


યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે.


હે ઈશ્વર, જ્યારે તમે તમારા લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, (સેલાહ)


તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા.


તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.


ત્યારે તેમના લોકોએ પુરાતન સમયનું [તથા] મૂસાનું સ્મરણ કર્યું, અને કહ્યું, “સમુદ્ર પાસેથી જે અમોને પોતાના ટોળાના પાળક સહિત ઉપર લાવ્યા તે આત્મા મૂકયો,


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!


એમ જે ભીંતને કાચા કોલથી લપેડી મૂકી છે તેને હું તોડી પાડીશ, ને તેને એવી જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઈ જશે. અને તે પડી જશે,, ને તમે તેની નીચે નાશ પામશો. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે કહ્યું, “સ્તંભોનાં મથાળાં પર એવો મારો ચલાવો કે છાપરું હાલી જાય. અને તે સર્વ લોકોના માથા પર પડીને તમના ભાંગીને ચૂરેચૂરા કરો. અને તેઓમાં જે બાકી રહેશે તેઓનો હું તરવારથી સંહાર કરીશ. તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ.


અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા, ને તેઓ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તરવારથી માર્યા હતા, તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા.


અને તે રાજાઓને યહોશુઆ પાસે તેઓ લાવ્યા, ત્યારે એમ થયું કે, યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના જે સરદારો તેની સાથે ગયા હતા તેઓને તેણે કહ્યું, “પાસે આવીને તમારા પગ આ રાજાઓની ગરદનો પર મૂકો.” અને તેઓએ પાસે આવીને પોતાના પગ તેઓની ગરદનો પર મૂકયા.


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


અને યહોશુઆએ તે રાજાઓને સર્વ નગરો તથા તેઓનઅ સર્વ રાજાઓને કબજે કર્યા, ને જેમ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓને તરવારથી મારીને તેઓનો વિનાશ કર્યો.


અને યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓને માર્યા. ને મોટા સિદોન સુધી ને મિસ્રેફોથ-માઈમ સુધી, ને પૂર્વગમ મિસ્પાની ખીણ સુધી તેઓને નસાડ્યા; અને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકેને તેઓએ જીવતો રહેવા દીધો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan