Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમારાં છૂટતાં બાણોના પ્રકાશથી, તમારા ચળકતા ભાલાના ઝળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 રા વેગીલા બાણોના ઝબકારથી, અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી; સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 3:11
11 Iomraidhean Croise  

તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે, અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાએલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું, ને જેમ ગિબ્યોનની ખીણમાં થયું તેમ યહોવા ઊઠશે, ને કોપાયમાન થશે; જેથી તે પોતાનું કામ, પોતાનું વિચિત્ર કામ કરે, અને પોતાનું કૃત્ય, પોતાનું અદભુત કૃત્ય સાધે.


‘જુઓ, આહાઝના સમય-દર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હઠાવીશ.’” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હઠયો.


તેમને મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું છે; તેમણે મેન પોતાના હાથની છાયામાં સંતાડયો છે, અને તેમણે મને ઓપેલા બાણ સમાન કર્યો છે, તેમણે પોતાના ભાથામાં મને ગુપ્ત રાખ્યો છે;


ઘોડેસવારોની દોડાદોડ, તરવારના ઝબકારા તથા ભાલાના ચમકારા, કતલ થયેલાઓનો મોટો ઢગલો તથા લાશોનો મોટો ગંજ! મુડદાંનો તો પાર જ નથી. તેઓ તેમનાં મુડદાં પર ઠેસ ખાય છે.


તમારું ધનુષ્ય છેક ઉઘાડું કરેલું છે. સોગન ખાઈને કુળોને આપેલાં વચન અચૂક છે. (સેલાહ) તમે નદીઓથી પૃથ્વીના વિભાગ કર્યા છે.


યહોવા તેઓના ઉપર દેખાશે, અને તેમનું બાણ વીજળીની જેમ છૂટશે; પ્રભુ યહોવા રણશિંગડું વગાડશે, તે દક્ષિણના વંટોળિયાઓ સહિત કૂચ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan