Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હાનિના પંજામાંથી ઊગરવાને માટે, પોતાનો માળો ઊંચો બાંધવાને માટે, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્ય મેળવે છે તેને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ, પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:9
26 Iomraidhean Croise  

તેઓનાં અંતરનો વિચાર એવો છે કે અમારાં ઘર સદા [ટકશે] , અમારાં રહેઠાણ પેઢી દરપેઢી [કાયમ રહેશે] ; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.


“જે પુરુષે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો તે તે આ રહ્યો.”


કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અને શેઓલની સાથે સંપ કર્યો છે; જ્યારે સંકટ ઊભરાઈને [દેશમાં થઈને] પાર જશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી; કેમ કે અમે જૂઠાણાનું શરણું લીધું છે, અને અસત્યતાનો આશ્રય લીધો છે.”


પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે, અને જગા જરાયે રહે નહિ, એવી રીતે ખેતર સાથે ખેતર મેળવે છે, તેમને અફસોસ!


જે તીતર પોતે મૂકેલાં નહિ એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે; તેનું આયુષ્ય અધવાર્યા પહેલાં તે દ્રવ્ય છોડીને જશે, ને અંતે મૂર્ખ ઠરશે.


રે લબાનોનમાં રહેનારી, તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનાર, જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા કષ્ટ થશે, ત્યારે તું કેવી દયામણી થશે!”


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


તું ઘણાં પાણીની પાસે વસેલું છે, તારા ધનના ભંડારો ભરપૂર છે, તારો અંત આવ્યો છે, તારી લૂંટનું માપ કરવામાં આવ્યું છે.


જો કે બાબિલ આકાશ સુધી ચઢી જાય, ને જો કે તે પોતાના સામર્થ્યનો કિલ્લો મજબૂત કરે, તોપણ મારી પાસેથી તેના પર વિનાશકો આવશે, એવું યહોવા કરે છે.


તેના સરદારો શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે; તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વહેવડાવે છે, ને પ્રાણઘાત કરે છે.


યહોવા કહે છે, “જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢે, ને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.


તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામની ભૂલમાં ઘસી ગયા, અને કોરાના બંડમાં નાશ પામ્યા.


Lean sinn:

Sanasan


Sanasan