Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 શું એ સર્વ તેની વિરુદ્ધ દ્દષ્ટાંત આપીને તથ મહેણાં મારીને આ પ્રમાણે કહેશે નહિ કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ!’ ક્યાં સુધી? તે તો કડપોથી પોતાને લાદે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ બધી જીતાયેલી પ્રજાઓ તેમના વિજેતાઓને મહેણાં મારતાં તેમનો તિરસ્કાર નહિ કરે? તેઓ કહેશે, “તમે જે તમારું નથી તે પચાવી પાડો છો, પણ તમારું આવી બન્યું છે! ક્યાં સુધી તમે તમારા દેવાદારોને દેવું ભરી દેવાની ફરજ પાડીને ધનવાન થતા જ રહેશો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે, ‘જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:6
25 Iomraidhean Croise  

હે યહોવા, દુષ્ટો ક્યાં સુધી, દુષ્ટો ક્યાં સુધી જયજયકાર કરશે?


પોતાની [માલમિલકત] વધારવાને માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે, અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે [બન્‍ને] ફક્ત કંગાલાવસ્થામાં આવશે.


કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે.


તે રાખ ખાય છે, તેના મૂઢ હ્રદયે તેને ભુલાવ્યો છે, તે પોતાનો જીવ બચાવી શકતો નથી, તે એવું કહી શકતો નથી, ‘શું મારા જમણા હાથમાં અસત્ય નથી?’


પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે, અને જગા જરાયે રહે નહિ, એવી રીતે ખેતર સાથે ખેતર મેળવે છે, તેમને અફસોસ!


જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


જે તીતર પોતે મૂકેલાં નહિ એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે; તેનું આયુષ્ય અધવાર્યા પહેલાં તે દ્રવ્ય છોડીને જશે, ને અંતે મૂર્ખ ઠરશે.


અને તેઓ પરથી ‘સિદકિયા તથા આહાબને બાબિલના રાજાઓએ અગ્નિ પર ભૂંજ્યા તેઓના જેવા યહોવા તારા હાલ કરો, ’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબિલમાં છે તેઓ સર્વ આપશે;


યહોવાના કોપને લીધે તેમાં વસતિ થશે નહિ, તે છેક ઉજ્જડ રહેશે. જે કોઈ બાબિલની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.


પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સહાયકારીઓની સાથે શેઓલમાંથી બોલશે. તેઓ, એટલે બેસુન્નતો, નીચે પડ્યા, તેઓ તરવારથી કતલ થઈને પડી રહ્યા છે.


તે દિવસે તેઓ તમને મહેણાં મારશે, ને શોકથી વિલાપ કરશે, ને રુદન કરીને કહેશે, અમે છેક પાયમાલ થયા છીએ. તે મારા લોકનો વારસો બદલી નાખે છે. તેમણે તેને મારી પાસેથી કેવી રીતે લઈ લીધો છે! તે દંગાખોરોને અમારાં ખેતરો વહેંચી આપે છે.


તેઓ સર્વને તે ગલથી ઊંચકી લે છે, તે તોને પોતાની જાળમાં પકડીને મોટી જાળમાં ભેગાં કરે છે; તેથી તે હરખાય છે ને આનંદ કરે છે.


જે જન રક્તપાત કરીને નગર બાંધે છે, નહે અન્યાયથી નગર વસાવે છે તેને અફસોસ!


જુઓ લોકો અગ્નિને માટે શ્રમ કરે છે, ને લોકો નજીવી બાબતોને માટે તૂટી મરે છે, તે શું સૈન્યોના યહોવા [ની આજ્ઞા] થી નથી થતું?


અને બાલામે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બાલાક, ઊઠ, ને સાંભળ. હે સિપ્પોરના દિકરા, મારી વાતને કાન ધર.


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરામથી બાલાક મને લાવ્યો છે, મોઆબનો રાજા પૂર્વના પર્વતોથી [મને લાવ્યો છે] ; આવ, મારે યાકૂબને શાપ આપ, ને આવ, ઇઝરાયલને તુચ્છકાર.


પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


Lean sinn:

Sanasan


Sanasan