Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પછી યહોવાએ મને ઉત્તર આપ્યો, “સંદર્શન લખ, ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુએ મને આ પ્રમાણે જવાબ આપ્યો, “હું તને જે પ્રગટ કરું તે પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે દોડનાર પણ સહેલાઈથી વાંચી શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહે મને જવાબ આપીને કહ્યું, “આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે;

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:2
18 Iomraidhean Croise  

પ્રભુએ મને કહ્યું, “હવે ચાલ, તેઓની રૂબરૂ પત્ર પર તે લખ, ને પુસ્તકમાં નોંધી રાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.


વળી યહોવાએ મને કહ્યું, “તારે માટે મોટી પાટી લઈને તે પર સાધારણ લિપિમાં ‘માહેર-શાલાલ-હાશ-બાઝને માટે’ લખ;


“યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ તું પુસ્તકમાં લખ.


પણ, હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”


બાબિલના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં. તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોમાં સાર કહી બતાવ્યો.


કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ [મળવા] ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.


તોપણ મંડળીમાં [અન્ય] ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું.


તેથી અમને એવી આશા હોવાથી અમે બહુ હિંમતથી બોલીએ છીએ.


અને તારે યહોવા તારે આ નિયમના સર્વ શબ્દો બહુ સ્પષ્ટ રીતે તે પથ્થરો પર લખવા.”


તો હવે તમે આ ગીત પોતાને માટે લખી લો, ને તું તે ઇઝરાયલી લોકોને શીખવ. તેઓને તે મોઢે કરાવ કે આ ગીત ઇઝરાયલી લોકોની વિરુદ્ધ મારે માટે સાક્ષીરૂપ થાય.


આથી મૂસાએ તે જ દિવસે આ ગીત લખ્યું ને ઇઝરાયલી લોકોને તે શીખવ્યું.


પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”


વળી તે મને કહે છે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે, એમ તું લખ.” તે મને એમ પણ કહે છે, “આ તો ઈશ્વરનાં ખરાં વચનો છે.”


Lean sinn:

Sanasan


Sanasan