Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 2:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે લબાનોન પર ગુજારેલો ગજબ તને ઢાંકી દેશે, ને પશુઓનો નાશ તને ભયભીત કરશે. માણસોના રક્તપાપને લીધે અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ પર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તમે લબાનોનનાં જંગલો કાપી નાખ્યાં; હવે તમને કાપી નાખવામાં આવશે. તમે તેમાંનાં પ્રાણીઓ મારી નાખ્યાં, હવે પ્રાણીઓ તમને થથરાવશે. તમે ક્તલ ચલાવી છે અને દુનિયાના લોકો તથા તેમનાં શહેરો પર અત્યાચારો ગુજાર્યા છે તે માટે એમ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે, માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 2:17
15 Iomraidhean Croise  

હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.


પણ, હે ઈશ્વર, તમે તેઓને નાશના ખાડામાં નાખી દેશો. ખૂની તથા કપટી માણસો પોતાના અર્ધા આયુષ્ય સુધી પણ જીવવાના નથી; પરંતુ હું તો તમારા પર ભરોસો રાખીશ.


જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.


હે સર્વ ધનુર્ધારીઓ, બાબિલની સામે ચોતરફ હારબંધ ઊભા રહો; તેને તાકીને બાણ મારો, તીર પાછાં ન રાખો. કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


યહોવા કહે છે, “બાબિલ તથા ખાલદી દેશના સર્વ રહેવાસીઓએ સિયોનમાં તમારી આંખ આગળ જે ભૂંડું કર્યું છે, તે સર્વનું પ્રતિફળળ હું તેમને પૂરેપૂરું આપીશ.”


તારા પુષ્કળ વેપાને લીધે તારું અંત:કરણ અન્યાયથી ભરપૂર થયું, ને તેં પાપ કર્યું છે; માટે મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પર્વત પરથી ફેંકી દીધો છે. અને, હે આચ્છાદાન કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.


જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


એથી તે પોતાની જાળ ખાલી કરશે શું, ને પ્રજાઓનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?


તેં ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તે માટે તે પ્રજાઓના બાકી રહેલા સર્વ તને લૂંટશે. માણસોના રક્તપાતને લીધે, અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ ઉપર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


હે લબાનોન, તારાં દ્વાર ઉઘાડ કે, અગ્નિ તારાં એરેજવૃક્ષોને ભસ્મ કરે.


Lean sinn:

Sanasan


Sanasan