Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે. તેમના ચહેરા પૂર્વ તરફ જવાને તલપી રહ્યા છે. અને તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેમનાં સૈન્ય મારફાડ કરતાં આગળ ધપે છે અને તેમને આગળ ધપતાં જોઈને સૌ કોઈ ભયભીત થઈ જાય છે. તેમના કેદીઓની સંખ્યા રેતીના કણ જેટલી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ સર્વ હિંસા માટે આવે છે, તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એમની સમગ્ર સૈના હિંસા માટે આવે છે. તેમના ચહેરા આતુરતાથી આગળ ધપવાની રાહ જુએ છે; અને તેઓ રેતીના કણ જેટલા અસંખ્ય બંદીવાનો એકઠા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:9
22 Iomraidhean Croise  

અને યૂસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્‍ન સંઘર્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું; કેમ કે તે બેસુમાર હતું.


તે સમયે અરામના રાજા હઝાએલે ચઢાઈ કરીને ગાથ સામે યુદ્ધ કર્યું, ને તે સર કર્યું. પછી હઝાએલ યરુશાલેમ પર ચઢાઈ કરવાને તે તરફ વળ્યો.


ત્યારે હું કહેતો, ‘હું મારા પરિવારની વચ્ચે મરણ પામીશ. અને માર દિવસો રેતીની જેમ અસંખ્ય થશે;


જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય! જ્યારે હું જાગું ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.


તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.


મારી આગળ તેઓની વિધવાઓ સમુદ્રની રેતી કરતાં અધિક થઈ છે! ધોળે દિવસે લૂંટે એવા લૂંટારાને હું તેમના પર, હા, જુવાનોની મા પર, લાવ્યો છું. હું તેના પર ઓચિંતી વેદના તથા ભય લાવ્યો છું.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


યહોવા કહે છે, જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે ને તેને જીતી લેશે, ને તેને આગ લગાડીને બાળી નાખશે. અને હું યહૂદિયાનાં નગરોને વસતિહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”


તે સમયે આ લોકોને તથા યરુશાલેમને કહેવામાં આવશે, “રાનમાં બોડી ટેકરીઓ પરથી લૂ મારા લોકની પુત્રી તરફ આવશે, તે તો ઊણપવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ;


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


હા, જુઓ, રોપાયું, પણ શું તે ફાલશે? પૂર્વનો વાયુ લાગતાં શું તે છેક ચીમળાઈ નહિ જશે? જે ક્યારામાં તે ઊગ્યું હતું તેમાં જ તે ચીમળાઈ જશે.”


પણ [ઈશ્વરના] કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.


પછી પોતાના આખા રાજ્યના બળસહિત તથા વાજબી શરતો લઈને, તે આવવાનો નિશ્ચય કરશે, અને તે [પોતાની મરજી પ્રમાણે] કરશે. અને તે તેને એ માટે આપશે કે, તે તેનો નાશ કરે. પણ તેની [મુરાદ] બર આવવાની નથી.


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્ય તરફથી આવશે, તેથી તેના ઝરા સુકાઈ જશે,, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સર્વ કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે.


એથી તે પોતાની જાળ ખાલી કરશે શું, ને પ્રજાઓનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?


કેમ કે, જુઓ, ખલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે, તેમને હુમ ઊભા કરું છું. તેઓ બીજાઓનાં રહેઠાણોના માલિક થવા માટે પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી સવારી કરે છે.


વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.


મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.


Lean sinn:

Sanasan


Sanasan