Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પ્રભુએ કહ્યું, “તમે વિદેશીઓમાં જુઓ, ને લક્ષ આપો, ને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે, જે તમને કહેવામાં આવશે તોપણ તમે તે માનશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પ્રભુએ કહ્યું, “તમે પ્રજાઓ તરફ જુઓ અને લક્ષ આપો; તો તમે આશ્ચર્ય પામશો. કેમ કે તમારા સમયમાં હું નિશ્ચે એવું કાર્ય કરવાનો છું, જે તમને કહેવામાં આવશે પણ તમે વિશ્વાસ કરવાના નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાએ કહ્યું, “તમે જરા વિદેશીઓ તરફ નજર કરો અને જુઓ, તો તમે વિસ્મય પામશો, કારણકે તમારા જમાનામાં જ હું એવું કઇંક કરી રહ્યો છું, જે તમને કહ્યું હોય પણ તમે માનો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:5
15 Iomraidhean Croise  

તે માટે હું આ લોકમાં અદભુત કામ, હા આદભુત તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું; તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે, અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે.”


વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને આંધળા કરીને આંધળા થાઓ. તેઓ પીધેલા છે, પણ દ્રાક્ષારસથી નહિ; તેઓ લથડિયાં ખાય છે, પણ દારૂથી નહિ.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


શત્રુ તથા વૈરી યરુશાલેમના દરવાજાઓમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા જગતના રહેવાસીઓ માનતા નહોતા.


અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલાં વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે; કેમ કે યરુશાલેમ પર જે [વિપત્તિ] પાડવામાં આવી છે તેવી [વિપત્તિ] આખા આકાશ નીચે [કોઈ સ્થળે] પડી નથી.


હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો.


યહોવા કહે છે, “પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુઓનો હું સંપૂર્ણ સંહાર કરીશ.


અને યહોવા તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે, ને જે દેશજાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારામાંના થોડા જ બચશે.


Lean sinn:

Sanasan


Sanasan