Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હબાકુક 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હા, તે રાજાઓની મશ્કરી કરે છે, ને અમલદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. દરેક કિલ્લાની તે હાંસી કરે છે. કેમ કે ધૂળના ઢગલા કરીને તે તેને લઈ લે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ રાજાઓની મશ્કરી કરે છે, સરદારો તો તેમની નજરમાં હાસ્યરૂપ છે. તે દરેક કિલ્લાઓની હાંસી ઉડાવે છે, કેમ કે તેઓ પૃથ્વી પરથી ધૂળના ઢગલા કરી તેને લઈ લે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે.

Faic an caibideil Dèan lethbhreac




હબાકુક 1:10
14 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા યહોયાખીન, તેની મા, તેના ચાકરો, તેના અમલદારો તથા તેના કરભારીઓ બાબિલના રાજા પાસે નીકળી આવ્યા. આબિલના રાજાએ પોતાની કારકિર્દીને આઠમે વર્ષૈ તેને પકડ્યો.


નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો.


તેની સામે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ચઢી આવ્યો, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયો.


કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્કસ જેવું નથી?


જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે કે, જે માણસે પૃથ્વી થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,


હમાથનો, આર્પાદનો, સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઈવાનો રાજા ક્યાં છે?”


“યહોવા કહે છે કે, [તમે કહો છો કે,] ‘અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે, તે તો શાંતિનો નહિ, પણ ભયનો [અવાજ] છે.’


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


કેમ કે આ નગરમાંના ઘરો તથા યહૂદિયાના રાજાઓના મહેલો, જે મોરચાઓની સામે તથ તરવારની સામે [રક્ષણનાં બાંધકામ કરવા માટે] પાડી નાખેલાં છે, તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે,


હું તારા પર મારો કોપ રેડીશ. મારો ક્રોધરૂપી અગ્નિ હું તારા પર ફૂંકીશ, અને પશુવત્ તથા નાશ કરવામાં બાહોશ એવા માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.


તે તરવારથી તારી પુત્રીઓને સીમમાં મારી નાખશે. તે તારી સામે કિલ્લા બાંધશે, તારી સામે મોરચા ઉઠાવશે, ને તારી સામે ઢાલ ધરશે.


યહોવાના એ યજ્ઞને દિવસે હું અમલદારોને, રાજકુમારોને તથા પરદેશી વસ્ત્ર પહેરેલા સર્વને શિક્ષા કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan