Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 9:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યાફેથને ઈશ્વર વધારો, ને તે શેમના મંડપમાં રહો; અને કનાન તેનો દાસ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 ઈશ્વર યાફેથની વૃદ્ધિ કરો; તેના વંશજો શેમના લોકો સાથે તંબુમાં રહો. કનાન યાફેથનો ગુલામ બનો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 દેવ યાફેથને વધારે જમીન આપો. દેવ શેમના મંડપમાં રહે અને કનાન તેનો ચાકર બનશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 9:27
15 Iomraidhean Croise  

યાફેથના દિકરા : ગોમેર તથા માગોગ તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેખ તથા તીરાસ.


લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”


અને જળપ્રલય પછી નૂહ સાડીત્રણસો વર્ષ જીવ્યો.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


હું તેઓને એક ચિહ્ન દેખાડી આપીશ; તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ; [એટલે] તાર્શીશ, પૂલ તથા લૂદ, એ ધનુર્ધારરીઓની પાસે, તુબાલ તથા યાવાનની પાસે, દૂરના બેટો, જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી; તેમની પાસે મોકલીશ; અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”


“એ માટે, જુઓ, હું તેને સમજાવી-પટાવીને અરણ્યમાં લાવીશ, ને તેને પ્રમનાં વચનો કહીશ.


કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”


ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્રકિનારે મોકલી દીધો. પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.


હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે, અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ [ઉદ્ધાર] કેટલો બધો અધિક [સંપત્તિરૂપ] થશે?


વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”


માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો.


એ માટે હું માગું છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.


એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


Lean sinn:

Sanasan


Sanasan