Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ, આકાશનાં બધાં પક્ષીઓ, જમીન પર પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરિયાનાં માછલાં તમારાથી બીશે અને ગભરાશે; તેઓ તમારા અધિકાર નીચે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પૃથ્વી પરના બધા પ્રાણીઓ, આકાશમાં ઊડતાં બધાં પંખીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો અને સમુદ્રમાંની બધી માંછલીઓ તમાંરા તાબામાં રહેશે અને તમાંરાથી બીશે. મેં તે બધાને તમાંરા હાથમાં સોંપ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 9:2
16 Iomraidhean Croise  

અને ઈશ્વરે મોટાં માછલાંને તથા હરેક પેટે ચાલનારાં જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને, ઉત્પન્‍ન કર્યાં. અને ઈશ્વરે જોયું કે તે સારું છે.


અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”


અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”


અને યહોવા ઈશ્વરે ખેતરના હરેક જાનવર ને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.


અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા.


અને ઈશ્વરે નૂહને તથા તેના દિકરાઓને આશીર્વાદ આપ્યો, ને તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.


પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.


તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે?


હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ, ને ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત લાવીશ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે, ને જંગલોમાં ઊંઘશે.


તે દિવસે હું તેઓને માટે વનચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ; અને હું દેશમાંથી ધનુષ્ય તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, ને તેઓને નિર્ભયપણે સુવાડીશ.


અને હું તમારી મધ્યે જંગલી પશુઓને મોકલીશ કે, જે તમારી પાસેથી તમારાં છોકરાંને છીનવી લેશે, ને તમારાં ઢોરઢાંકને મારી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જડ થશે.


અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સૂઈ જશો, ને કોઈ તમને બિવડાવશે નહિ, અને હું દેશમાંથી હિંસક પશુઓને નષ્ટ કરીશ, ને તરવાર તમારા દેશમાં ચાલશે નહિ.


કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ વશ થાય છે, અને માણસોએ તેમને વશ કર્યા છે;


Lean sinn:

Sanasan


Sanasan