Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ કબૂતરને પોતાના પગનું તળીયું મૂકવાની જગા મળી નહિ, તે માટે તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું, કેમ કે આખી પૃથ્વી પર પાણી હતું. ત્યારે તેણે પોતાનો હાથ લાંબો કરીને તેને પકડયું ને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ આખી પૃથ્વી પર પાણી ફેલાયેલું હોવાથી કબૂતરને પગ મૂકવાની જગા મળી નહિ. તેથી તે નૂહ પાસે વહાણ તરફ પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને વહાણમાં લઈ લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કબૂતરને કયાંય આરામ કરવાની જગ્યા મળી નહિ કારણકે પૃથ્વી પર હજુ પાણી પથરાયેલું હતું. તેથી તે નૂહની પાસે વહાણમાં ઉડીને પાછું ફર્યું. નૂહે હાથ લંબાવ્યો તેને પકડયું અને વહાણમાં પાછું લાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 8:9
8 Iomraidhean Croise  

અને બીજા સાત દિવસ રાહ જોયા પછી તેણે ફરી કબૂતરને વહાણમાંથી મોકલ્યું;


પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહિ, એ જોવા માટે તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું;


હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.


આ જેઓ વાદળની જે, ને પોતાની બારીઓ તરફ ઊડીને આવતાં કબૂતરની જે, ઊડી આવે છે તેઓ કોણ હશે?


પણ તેઓમાંથી જેઓ બચવાના છે તેઓ બચી જઈને સર્વ પોતપોતાની અનીતિને લીધે શોક કરતા ખીણના પ્રદેશનાં કબૂતરોની જેમ પર્વતો પર [ટોળે] થશે.


ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


અને એ દેશજાતિઓમાં તને કંઈ ચેન નહિ પડે, ને તારા પગના તળિયાને કંઈ આરામ નહિ મળે; પણ યહોવા ત્યાં તને કંપિત હ્રદય તથા ધૂંધળી આંખો તથા ઝૂરતું મન આપશે.


Lean sinn:

Sanasan


Sanasan