Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્‍ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આથી યહોવાએ કહ્યું, “મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 6:7
21 Iomraidhean Croise  

અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા.


અને પૃથ્વી પર ફરનાર પ્રાણીઓ, એટલે પક્ષી તથા ઢોર તથા વનપશુ, તથા જીવજંતુ જેઓ પૃથ્વી પર છે, તેઓ તથા સર્વ માણસ મરી ગયાં.


કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્‍ન કર્યાં છે, તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ.”


અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, “માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહિ દઈશ, કેમ કે માણસના મણીઇ કલ્પના તેના બાળપણથી ભૂંડી છે; પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.


પણ દુષ્ટો નાશ પામશે, અને યહોવાના શત્રુઓ બળતણનો ધુમાડો થઈ જાય છે તેમ ક્ષય પામશે.


યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.


યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


તે માટે દેશ વિલાપ કરશે, ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સહિત નિર્બળ થઈ જશે; હા, સમુદ્રનાં માછલાં પણ લઈ લેવાશે.


યહોવાએ આ વિષે પશ્ચાતાપ થયો, “હવે એમ નહિ થશે, ” એવું યહોવા કહે છે.


યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો. યહોવા કહે છે, “એ પણ થશે નહિ.”


યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”


યહોવા કહે છે, “પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુઓનો હું સંપૂર્ણ સંહાર કરીશ.


મનુષ્યનો તેમ જ જાનવરનો હું સંહાર કરીશ. ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો, તેમ જ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ; અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે”


અને એમ થશે કે જેમ યહોવા તમારું ભલું કરવામાં ને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તેમ યહોવા તમારો નાશ કરવામાં તથા તમારો સંહાર કરવામાં આનંદ પામશે. અને જે દેશમાં વતન પામવા તું જાય છે તેમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


“મેં શાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” અને શમુએલને ક્રોધ ચઢ્યો; અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી.


Lean sinn:

Sanasan


Sanasan