Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 6:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વરે કહ્યું કે, “મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 6:3
17 Iomraidhean Croise  

ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


તોપણ તમે તેઓ પ્રત્યે બહુ વરસો સુધી ખામોશી રાખી, ને તમે તેઓને તમરા આત્મા વડે તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી; તોપણ તેઓએ સાંભળ્યું નહિ; માટે તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.


તેમણે સંભાર્યું કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને જતો રહીને પાછો ન આવનાર વાયુ જેવા છે.


અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે; કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.


મારી દ્રાક્ષાવાડીમાં મેં નથી કર્યું એવું બીજું શું બાકી છે? હું તો તેમાં [સારી] દ્રાક્ષા નીપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઊપજ કેમ થઈ હશે?


કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


તે માટે યહોવા કહે છે, “જુઓ, જેથી તેઓ બચી શકે નહિ એવી વિપત્તિ હું તેઓ પર લાવીશ. અને તેઓ મને હાંક મારશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.


કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે, ‘મારું વચન માનો.’


અને હું ઊતરી આવીશ, ને ત્યાં તારી સાથે વાત કરીશ. અને મારો જે આત્મા તારા પર છે, તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે, તારે એકલાને તે ઊંચકવો ન પડે.


જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


આત્માને ન હોલવો;


Lean sinn:

Sanasan


Sanasan