Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 50:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, “હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 50:24
34 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી.


કેમ કે જે દેશ તું જુએ છે, તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.


ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.”


તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;


અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું”


અને તેણે કહ્યું, “હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ, એ હું શાથી જાણું?”


જે દેશમાં તું પ્રવાસ કરે છે, એટલે આખો કનાન દેશ, તે હું તને ને તારા પછીના તારા વંશજોને સદાનું વતન થવા માટે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”


અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.


આ દેશમાં તું પ્રવાસી થઈ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારાં સંતાનને હું આ બધો દેશ આપીશ, ને તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ;


અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”


અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.”


હું તારી સાથે મિસરમાં આવીશ. અને હું નિશ્ચે તને પાછો લાવીશ. અને યૂસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે.”


અને ઇઝરાયલનો મરણસમય પાસે આવ્યો; અને તેણે પોતાના દિકરા યૂસફને બોલાવીને તેને કહ્યું, “હવે જો, હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને તારો હાથ મારી જાંઘ નીચે મૂક, ને કૃપાથી તથા ખરા દિલથી મારી સાથે વર્તજે. કૃપા કરી મને મિસરમાં દાટતો ના;


અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “જુઓ, હું મરું છું; પણ ઈશ્વરે તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.


મારા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, ‘જુઓ હું મરવા પડયો છું. મેં મારે માટે કનાન દેશમાં જે કબર ખોદાવી છે, ત્યાં મને દાટજે.’ માટે હવે મારા પિતાને દાટવાને મને જવા દો, ને હું પાછો આવીશ.”


કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો.


અને એમ થયું કે ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં, તે જ દિવસે એમ થયું કે યહોવાનાં સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયાં.


અને તે દિવસે એમ થયું કે, યહોવા ઇઝરાયલી લોકોને તેમનાં સૈન્યો સહિત મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.


અને મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં; કેમ કે તેણે ઇઝરાયલીઓને પ્રતિ લેવડાવીને કહ્યું હતું, “યહોવા ખરેખર તમારી ખબર લેશે, ને તમે અહીંથી મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ચાલ, ને જે લોકોને તું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને સમ ખાઈને કહ્યું ‘તારા સંતાનને હું તે આપીશ, ’ તે દેશમાં જા.


અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


હા, તેઓ [ઊંચાણથી] બીશે, ને તેમને રસ્તે ચાલતાં ભય [લાગશે] ; અને બદામના ઝાડને ફૂલો ખીલશે, ને તીડ બોજારૂપ થઈ પડશે, અને રુચિ નાશ પામશે; કેમ કે માણસ પોતાના દીર્ઘકાળી ઘરે જાય છે, અને વિલાપ કરનારાઓ મહોલ્લાઓમાં ફરે છે.


અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.


“વીસ વર્ષના ને તે કરતાં વધારે ઉમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક ને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ; કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી.


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે. તો તેમાં પ્રવેશ કરો, ને જે વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી કે હું તે તમને તથા તમારી પાછળ તમારાં વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો.


અને એમ થશે કે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપવાના તેમણે તારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમની આગળ, ઇસહાકની આગળ, તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેમાં તને લાવે. એટલે મોટાં ને ઉત્તમ નગરો જે તેં બાંધ્યાં નથી,


વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયેલના સંતાનના નિર્ગમન વિષેની વાત યાદ કરાવી, અને પોતાનાં હાડકાં સંબંધી આજ્ઞા આપી.


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


અને શખેમમાં જે ભૂમિનો કટકો યાકૂબે શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી સો રૂપિયે વેચાતો લીધો હતો તેમાં તેઓએ મિસરમાંથી ઇઝરાયલીઓએ લાવેલાં યૂસફનાં હાડકાં દાટ્યાં; અને તે યૂસફપુત્રોનો વારસો બન્યાં.


Lean sinn:

Sanasan


Sanasan