Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 50:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો છે. હવે તું તેઓના તે પાપની ક્ષમા કરજે, કેમ કે તેઓએ તારું ભુંડું કર્યું હતું.’ તે માટે હવે તારા પિતાના ઈશ્વરના દાસોનો અપરાધ તું માફ કરજે.” યૂસફને તે વાત કહેવમાં આવી ત્યારે તે રડી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ‘યોસેફને કહેજો કે તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો હતો. તું તેમનો ગુનો માફ કરજે એટલું હું માગું છું.’ એટલે હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા પિતાના ઈશ્વરના આ સેવકોનો ગુનો માફ કરો.” તેમનો આ સંદેશો યોસેફને મળ્યો ત્યારે તે રડી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, “તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે.’ જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમે યૂસફને આ પ્રમાંણે કહેજો, ‘તારા ભાઈઓએ તારી સાથે ભૂંડો વ્યવહાર કરીને અપરાધ કર્યો હતો, હવે તું તેઓના અપરાધના પાપને માંફ કરજે, એટલું હું માંગું છું.’ તેથી અમે તમને અરજ કરીએ છીએ કે, તમાંરા પિતાના દેવના આ સેવકોનો અપરાધ માંફ કરો.” યૂસફને આ સંદેશો જેવો પહોંચાડવામાં આવ્યો તેવો જ તે રડી પડયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 50:17
24 Iomraidhean Croise  

જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”


એ માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો; અને તેમણે મને ફારુનના પિતા સમાન, ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે.


તારા પિતાનો ઈશ્વર જે તારી સહાયતા કરશે તેનાથી, ને સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપરના આકાશના આશીર્વાદોથી તથા નીચેના ઊંડાણના આશીર્વાદોથી, સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે, તેનાથી [તું બળવાન કરાશે].


અને તેઓએ યૂસફને કહેવડાવી મોકલ્યું, “તારા પિતાએ મરણ પામ્યા અગાઉ આજ્ઞા આપીને કહ્યું હતું કે,


અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ નમી પડયા. અને બોલ્યા, “જો, અમે તારા દાસ છીએ.”


તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું; પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું કે, જેમ આજે થયું છે તેમ, તે ઘણા લોકના જાન બચાવે.


કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


અને હું તમને ખચીત કહું છું કે શિષ્ય તરીકે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.”


એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંત:કરણથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે.”


ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’


અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.


અને [બાકીના] દશ એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા.


માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ.


જેટલા આ નિયમ પ્રમાણે ચાલનારા છે, તેટલા પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા કૃપા હો.


પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.


તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan