Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 50:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે દેશના કનાની રહેવાસીઓએ આટાદની ખળીમાં તે વિલાપ જોયો, ત્યારે તેઓ બોલ્યા, “આ તો મિસરીઓનો મોટો વિલાપ છે.” એ માટે તેનું નામ આબેલ-મિસરાઇમ કહેવાય છે, ને તે યર્દનને પેલે પાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 આટાદના ખળામાં થઈ રહેલો શોકવિલાપ જોઈને દેશના રહેવાસીઓ અને કનાનીઓ કહેવા લાગ્યા, “ઇજિપ્તીઓ ભારે શોકવિલાપ કરે છે” તેથી તે સ્થળનું નામ ‘આબેલ-મિસરાઈમ’ પડયું. એ સ્થળ યર્દનને પેલે પાર આવેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, “મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે.” તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને જ્યારે કનાનીઓએ આટાદના ખળીમાં પળાતો શોક જોયો ત્યારે કહેવા લાગ્યા, “મિસરીઓ ખૂબજ દુ:ખી શોકસભા કરી રહ્યાં છે.” આથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ પડયું. જે યર્દનને પેલે પાર છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 50:11
10 Iomraidhean Croise  

અને ઇબ્રામના ગોવાળીયાઓ તથા લોતના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ. અને તે વખતે કનાની તથા પરિઝી તે દેશમાં રહેતા હતા.


ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, “ખબરદાર, તું મારા દિકરાને ત્યાં પાછો લઈ ન જતો.


અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”


અને યર્દન પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવી પહોંચ્યાં, ને ત્યાં તેઓએ મોટા ને ભારે વિલાપથી રુદન કર્યું; અને યૂસફે તેના પિતાને માટે સાત દિવસ શોક કર્યો.


અને યાકૂબે તેના દિકરાઓને જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેને માટે કર્યું:


શું તેઓ યર્દનની પેલી બાજુ પશ્ચિમ દિશાના રસ્તાની પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષની પાસે નથી?


કૃપા કરીને મને પાર જવા દો, ને યર્દનની પેલી બાજુનો ઉત્તમ દેશ, એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લાબોનોન મને જોવા દો.’


પિસ્ગાના શિખર ઉપર ચઢ, ને તારી દષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો. કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહિ.


વળી જે મોટા પથ્થર પર તેઓએ યહોવાનો કોશ મૂક્યો હતો, ને જે આજ સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે, એ પથ્થર સુધી આવેલાં પલિસ્તીઓનાં સર્વ નગરો, એટલે કોટવાળાં નગરો તથા સીમનાં ગામડાં, જે એ પાંચ સરદારોનાં હતાં, તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.


Lean sinn:

Sanasan


Sanasan