Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આદમની વંશાવળી આ પ્રમાણે છે: ઈશ્વરે માણસને ઉત્પન્‍ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 આદમની વંશાવળી આ પ્રમાણે છે. ઈશ્વરે માનવજાતને ઉત્પન્‍ન કરી ત્યારે તેમણે તેમને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 5:1
15 Iomraidhean Croise  

અને નૂહના દિકરા શેમ, હામ અને યાફેથ તેઓની વંશાવળી આ છે: અને જળપ્રલય પછી તેઓને દિકરા થયા.


આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ-વર્ણન એ છે. જે દિવસોમાં યહોવા ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્‍ન કર્યા, ત્યારે


નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો.


વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, [તેનું સ્મરણ કર] ;


મને ફકત એટલી જ શોધ લાગી છે કે, ઈશ્વરે મનુષ્યને સરળ અને નેક બનાવ્યું છે ખરું, પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.


ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી:


કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે.


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


અને નવું માણસપણું જે ઈશ્વર [ના મનોરથ] પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો.


અને જે નવું માણસપણું તેના ઉત્પન્‍ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan