Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહૂદા, તારા ભાઈઓ તારાં વખાણ કરશે; તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે. તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે, તારો હાથ તારા દુશ્મનોની ગરદન પકડશે. તારા પિતાના પુત્રો તારી આગળ નમશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:8
38 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”


આને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તેણે કહ્યું, હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” માટે તેણે તેનું નામ યહૂદા પાડયું; અને એને સંતાન થતાં બંધ થયાં.


અને તે દેશનો અધિપતિ યૂસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. અને યૂસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભૂમિ સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.


અને યહૂદાના દિકરા : એર તથા ઓનાન તથા શેલા તથા પેરેસ તથા ઝેરા. પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા. અને પેરેસના દિકરા હેસરોન તથા હામૂલ હતા.


વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે, કે, મારા દ્વેષીઓનો હું નાશ કરું.


અને યોઆબે રાજા આગળ લોકોની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી:ઇઝરાયલમાં તરવાર ખેંચનાર શૂરવીર પુરુષો આઠ લાખ હતા. અને યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા.


તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.


તો પણ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે; કેમ કે અધિકારી થવા માટે તેણે યહૂદાને પસંદ કર્યો છે. અને યહૂદાના કૂળમાંથી મારા પિતાના કુટુંબને [પસંદ કર્યું છે] અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે.


કેમ કે યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો, ને તેના વંશમાં સરદાર ઉત્પન્‍ન થયો. પણ જ્યેષ્ઠપણાનો હક તો યૂસફનો જ હતો.)


આસાની પાસે ઢાલો તથા ભાલાથી સજ્જિત યહૂદાનું ત્રણ લાખ પુરુષોનું, તથા બિન્યામીનનું ઢાલો તથા ધનુષ્યથી સજ્જિત બે લાખ એંશી હજાર પુરુષોનું સૈન્ય હતું. એ સર્વ પરાક્રમી શૂરવીર પુરુષો હતા.


તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ તેઓમાં એફ્રાઇમ, મનાશ્શાને શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યાં. જ્યારે લોકોએ જોયું કે યહોવા તેમના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણા લોક તેના પક્ષમાં આવ્યાં.


તેણે યહૂદિયાનાં કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી, ને યહૂદિયા દેશમાં તથા ઇફ્રાઇમનાં જે નગરો એના પિતા આસાએ જીતી લીધાં હતાં, તેઓમાં થાણાં બેસાડ્યાં.


પરંતું આશેરમાંથી, મનાશ્શામાંથી તથા ઝબુલોનમાંથી કેટલાક માણસો નમ્ર થઈને યરુશાલેમ આવ્યા.


યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.


દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.


એટલે જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, ને જેઓનો કાળ, આખરની શિક્ષાનો સમય, આવી પહોંચ્યો છે તેઓની ગરદન ઉપર તને નાખવાને તેઓ તને વ્યર્થ સંદર્શનો કહે છે ને તને જૂઠા શકુન જોઈ આપે છે.


તેઓની ગણતરી, યહૂદાના કુળમાં, ચુંમોતેર હજાર ને છસોની થઈ.


અને પહેલી યહૂદાના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી આમિનાદાબનો દિકરો નાહશોન હતો.


અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા : શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.


યહુદાના કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ છોંતેર હજાર ને પાંચસો હતા.


અને યહુદાને માટે આ [આશીર્વાદ] છે: અને તેણે કહ્યું, “હે યહોવા, યહુદાની વાણી સાંભળો, અને તેને તેના લોકમાં પાછો લાવો; તેણે પોતાને માટે લડાઈ કરી, અને તેના શત્રુઓની વિરુદ્ધ તમે તેને સહાય કરશો.”


અને હવે પછી તેમના વૈરીઓને તેમનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.


કેમ કે સર્વ જાણે છે કે, યહૂદા [ના કુળ] માં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી.


અને તે રાજાઓને યહોશુઆ પાસે તેઓ લાવ્યા, ત્યારે એમ થયું કે, યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના જે સરદારો તેની સાથે ગયા હતા તેઓને તેણે કહ્યું, “પાસે આવીને તમારા પગ આ રાજાઓની ગરદનો પર મૂકો.” અને તેઓએ પાસે આવીને પોતાના પગ તેઓની ગરદનો પર મૂકયા.


યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે છે.


પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”


ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”


ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”


Lean sinn:

Sanasan


Sanasan