Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહિ; કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો, ને તેને ભ્રષ્ટ કરી; મારા બિછાનઅ પર તે ચઢયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ; કારણ, તેં તારા પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો, અને એમ તારા પિતાની પથારીને કલંક લગાડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પૂર જેવાં તારા તીવ્રં આવેશને તું રોકી ન શક્યો; તેથી તું માંરા સૌથી માંનીતો પુત્ર નહિ બને, તું તારા પિતાની શૈયા પર ચઢીને તેની પત્નીઓમાંથી એક સાથે સુતો. તું જે શૈયા પર સૂતો તેને શરમજનક બનાવી છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:4
11 Iomraidhean Croise  

અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.


અને જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના દિકરા : યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રૂબેન.


ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:(કેમ કે તે જ્યેષ્ઠ હતો, પરંતું તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇઝરાયલના પુત્ર યૂસફના પુત્રોને આપવામાં આવ્યો. અને વંશાવણી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી,


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


‘જે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો; કેમ કે તેણે પોતાના પિતાની નગ્નતા ઉઘાડી કરી છે.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


રૂબેન જીવતો રહે, ને ન મરે; તો પણ તેનાં માણસ થોડાં રહે.”


તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ. અને તું તારા પાડોશીનું ઘર, તેનું ખેતર, કે તેનો દાસ, કે તેની દાસી, તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.’


તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે, અને પાપ કરતાં બંધ નથી પડતી. તેઓ અસ્થિર માણસોને લલચાવે છે. તેઓનાં અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે; તેઓ શાપનાં છોકરાં છે.


તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે તેણે એમ જ કહ્યું છે. તે [પત્રો] માં કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને માટે મારીમચડીને અવળો અર્થ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan