Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તારા પિતાના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદ કરતાં અતિ મોટા થયા છે, અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે; અને તેઓ યૂસફના શિર પર, તથા જે તેના ભાઈઓથી જુદો કરાયેલો, તેના મસ્તક પર રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પ્રાચીન પર્વતો અને અચલ પહાડોની વિપુલતાની આશિષો કરતાં તારા પિતાની આશિષો વિશેષ મહાન છે. એ બધી આશિષો યોસેફના શિર પર, હા, જે પોતાના ભાઈઓથી જુદો કરાયેલો તેના મુગટ પર ઊતરો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે, સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે; તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:26
18 Iomraidhean Croise  

અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા; અને તેઓએ યૂસફને ખાડામાંથી ખેંચી કાઢયો, ને તેઓએ રૂપાના વીસ ફટકામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. અને તેઓ યૂસફને મિસરમાં લઈ ગયા.


અને તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખચીત અમારા પર સત્તા ચલાવશે? શું તું ખચીત અમારો ધણી થશે?” અને તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વત્તો દ્વેષ કરતા હતા.


બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.”


તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”


તેનાં સંતાન સર્વકાળ ટકશે, અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન [ટકશે].


પર્વતો ખસી જાય, ને ડુંગરો ચળે; પણ મારી કૃપા તારા પરથી ટળશે નહિ, અને [તારી સાથેનો] મારો શાંતિનો કરાર ચળી જશે નહિ, તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે.


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે બંધ કરી દીધી. તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે.


તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે.


“ઇઝરાયલી લોકોને એમ કહે જ્યારે કોઈ પુરુષ અથવા સ્‍ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત, એટલે નાજીરવ્રત લે,


પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઈ જવા માટે] વેચી દીધો. પણ ઈશ્વર તેની સાથે હતા.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


Lean sinn:

Sanasan


Sanasan