Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 49:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તીરંદાજોએ તેને બહુ દુ:ખ દીધું, ને તેના પર તીર ફેંકયાં, ને તેને સતાવ્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તીરંદાજોએ તેના પર ઉગ્ર હુમલો કર્યો, તેમણે તેને તીર માર્યાં, અને તેની ભારે સતાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો અને તેને સતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તીરંદાજો તેની વિરુધ્ધ લડ્યાં, તેઓએ તેમના તીરો વડે ક્રૂરતાથી તેના પર આક્રમણ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 49:23
12 Iomraidhean Croise  

અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી.


અને તેઓએ તેને પકડયો, ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો, ને તેમાં પાણી ન હોતું.


અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા; અને તેઓએ યૂસફને ખાડામાંથી ખેંચી કાઢયો, ને તેઓએ રૂપાના વીસ ફટકામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. અને તેઓ યૂસફને મિસરમાં લઈ ગયા.


અને તેના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ‍ પ્રેમ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.


અને તેઓએ માંહોમાંહે કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ. કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનનું દુ:ખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”


યૂસફ ફળદ્રુપ ડાળ છે, ઝરા પાસેની ફળવંત ડાળ; તેની ડાંખળી ભીંત પર ચઢી જાય છે.


પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).


મને પાડી નાખવાને તેં મને ભારે ધક્કા માર્યા; પણ યહોવાએ મને મદદ આપી.


તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે


મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


Lean sinn:

Sanasan


Sanasan