Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને હું તો પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતા માર્ગમાં કનાન દેશમાં મરી ગઈ. અને ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દાટી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 આ તો હું તારી મા રાહેલને લીધે કરું છું, હું મેસોપોટેમિયાથી આવતો હતો ત્યારે એફ્રાથ થોડે જ દૂર હતું ત્યારે કનાન દેશમાં રાહેલ રસ્તામાં જ મૃત્યુ પામી અને મેં તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:7
13 Iomraidhean Croise  

અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.


અને યાકૂબ પાદાનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો, ને શહેરની સામે તબું માર્યો.


અને યાકૂબે તેની કબર પર‍ સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ છે.


અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ આપ્યો.


અને તેઓ પછી તારાં સંતાન જે તારાથી થશે તેઓ તારાં થશે; અને તેઓના ભાઈઓનાં નામ પ્રમાણે તેઓનાં નામ તેઓના વતનમાં કહેવાશે.


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


“રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી, ને તે દિલાસો પામવાને નહોતી ‍ચાહતી, કેમ કે તેઓ નથી.”


તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી, ને તેના બે પુત્રોનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ-યહૂદિયાનાં એફ્રાથીઓ [હતાં]. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં રહ્યાં હતાં.


એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.


આજે મારી પાસેથી ગયા પછી બિન્યામીનની સીમમાં સેલસા પાસે રાહેલની કબર આગળ તને બે માણસ મળશે, તેઓ તને કહેશે કે, જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યાં છે. અને જો, તારો પિતા ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યાં છે. અને જો, તારો પિતા ગધેડાંની કાળજી કરવાનું છોડીને તમારે માટે ચિંતા કરતાં કહે છે, ‘મારા દીકરા સંબંધી હું શું કરું?’


યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો ધ્રૂજતા ધ્રૂજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, “શું તમે સલાહશાંતિ સહિત આવ્યા છો?”


દાઉદ યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એફાથી યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. તે માણસ શાઉલના સમયમાં વૃદ્ધ તથા લોકોમાં પાકી ઉંમરનો [ગણાતો] હતો.


Lean sinn:

Sanasan


Sanasan