Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને મેં તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, જે મેં મારી તરવારથી તથા મારા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી લીધો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 વળી, હું તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપું છું, એટલે, મેં મારી તલવાર અને ધનુષ્યને જોરે અમોરીઓ પાસેથી જીતી લીધેલો પહાડીપ્રદેશ શખેમ આપું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:22
12 Iomraidhean Croise  

અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”


અને જે જમીનના કકડામાં તેણે પોતાનો તંબુ માર્યો હતો, તે તેણે શખેમના પિતા હમોરના દિકરાઓની પાસેથી સો રૂપિયે વેચાતો લીધો.


તેઓનાં ઘેટાંબકરાં તથા તેઓનાં ઢોર તથા તેઓનાં ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું.


યબૂસી, અમોરી, ગિર્ગાશી;


કેમ કે યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો, ને તેના વંશમાં સરદાર ઉત્પન્‍ન થયો. પણ જ્યેષ્ઠપણાનો હક તો યૂસફનો જ હતો.)


પ્રભુ યહોવા કહે છે, “આ સરહદથી તમારે ઇઝરાયલનાં બાર કુળો પ્રમાણે જમીનનો વારસો વહેંચી લેવો. યૂસફને [બે] હિસ્સા [મળે].


તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ એરેજવૃક્ષોની ઊંચાઈ જેટલી હતી, ને જે ઓકવૃક્ષના જેવા મજબૂત હતા, તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, હા, મેં ઉપરથી તેનાં ફળનો, ને નીચેથી તેનાં મૂળોનો નાશ કર્યો.


માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવે છે.


પણ તેની સર્વ માલમિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે કબૂલ રાખે. કેમ કે તે તેના પુરુષત્વનું પ્રથમફળ છે. જયેષ્ઠ પુત્રનો હક તેનો જ છે.


અને શખેમમાં જે ભૂમિનો કટકો યાકૂબે શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી સો રૂપિયે વેચાતો લીધો હતો તેમાં તેઓએ મિસરમાંથી ઇઝરાયલીઓએ લાવેલાં યૂસફનાં હાડકાં દાટ્યાં; અને તે યૂસફપુત્રોનો વારસો બન્યાં.


એમ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોક ઇઝરાયલને અમોરીઓનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે, ને શું તું તેઓનું વતન લઈ લઈશ?


Lean sinn:

Sanasan


Sanasan