Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તે દિવસે તે તેઓને આશીર્વાદ આપતાં બોલ્યો, “ઇઝરાયલપુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપશે, ને કહેશે, ઈશ્વર તને એફ્રાઇમ તથા મનાશ્શાના જેવો કરો.” અને તેણે એફ્રાઇમને મનાશ્શાથી પહેલો મૂકયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 વળી, તે દિવસે તેણે આશિષ આપતાં વિશેષમાં કહ્યું, “ઇઝરાયલીઓ તમારે નામે એકબીજાને આશિષની શુભેચ્છા પાઠવતાં કહેશે, ‘ઈશ્વર તમને એફ્રાઈમ તથા મનાશ્શા જેવા બનાવો’.” એ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, “ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, ‘ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.’ આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું, “ઇસ્રાએલના લોકો જ્યારે પણ કોઇને આશીર્વાદ આપશે ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે, તેઓ કહેશે, ‘દેવ તમને એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.’” આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:20
13 Iomraidhean Croise  

અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”


અને સર્વ સમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપો, ને તને સફળ કરો, ને તને વધારો કે, તારાથી ઘણાં કુળ થાય.


અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “જુઓ, હું મરું છું; પણ ઈશ્વરે તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.


યૂસફના કુળમાંથી, એટલે મનાશ્શાના કુળમાંથી, સુસીનો દિકરો ગાદી.


જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓનાં નામ એ હતાં.અને મૂસાએ નૂનના દિકરા હોશિયાનું નામ યહોશુઆ પાડયું.


એફ્રાઈમના કુળમાંથી નૂનનો દિકરો હોશિયા.


સાતમે દિવસે આમિહુદનો દિકરો એલિશામા, એફ્રાઈમના પુત્રોનો અધિપતિ,


આઠમે દિવસે પદાહસૂરનો દિકરો ગમાલ્યેય, મનાશ્શાના પુત્રોનો અધિપતિ,


વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યૂસફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો; અને પોતાની લાકડીની મૂઠ પર [ટેકીને] આરાધના કરી.


અને યૂસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું, “આજ સુધી યહોવાએ મને આશિષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન માટે એક જ હિસ્‍સો તથા એક જ વાંટો તેં મને કેમ આપ્યો છે?”


Lean sinn:

Sanasan


Sanasan