Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 47:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યાકૂબે ફારુનને કહ્યું, “મારા પ્રવાસના દિવસ એકસો ત્રીસ વર્ષ થયા છે. મારી વયના દિવસ જેટલા નથી થયા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યાકૂબે ફારુનને કહ્યું, “મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 47:9
29 Iomraidhean Croise  

અને આર્પાકશાદનો જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.


અને ઇસહાકની ઉંમર એક સો એંસી વર્ષની હતી.


અને યાકૂબ મિસર દેશમાં સત્તર વર્ષ જીવ્યો; એમ યાકૂબની વયના દિવસો એકસો સુડતાળીસ વર્ષ થયાં.


અને ફારુને યાકૂબને પૂછયું, “તમારી વયના દિવસ કેટલા?”


અને મથૂશેલાહના સર્વ દિવસો નવસો અગણોતેર વર્ષ હતાં; અને તે મરી ગયો.


અને યૂસફ એકસો દશ વર્ષનો થઈને મરી ગયો; અને તેઓએ તેના દેહમાં સુંગંધીઓ ભરીને તેને મિસરમાં શબકોશમાં મૂક્યો.


અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.


સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.


હું તો પૃથ્વી પર મુસાફર છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો


તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારાં ગીત થયાં છે.


હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.


હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.


તમે મારા દિવસ મૂઠીભર કર્યા છે! મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે; ખરેખર, ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે.


અને તેઓના પ્રવાસનો દેશ, એટલે કનાન દેશ કે, જેમાં તેઓએ પ્રવાસ કર્યો તે, તેઓને આપવાનો મારો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે.


અને તેઓએ ફારુનની સાથે વાત કરી ત્યારે મૂસા એંસી વર્ષનો, ને હારુન ત્યાસી વર્ષનો હતો.


માટે અમે સદા હિંમતવાન છીએ, અને એવું જાણીએ છીએ કે, શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ.


અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું.


કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે [નગર આપણું] થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ.


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


એ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર, યહોવાનો સેવક યહોશુઆ, એકસો દશ વર્ષનો થઈને મરણ પામ્યો.


વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan