Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 47:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી તેઓએ ફારુણે કહ્યું, “આ દેશમાં પ્રવાસ કરવાને અમે આવ્યા છીએ; કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે તમારા દાસોનાં ટોળાંને માટે ચારો નથી; માટે હવે આપના દાસોને ગોશેન દેશમાં કૃપા કરીને રહેવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ત્યારે તેમણે ફેરોને કહ્યું, “તમારા દાસો એટલે અમે તથા અમારા પૂર્વજો પશુપાલક છીએ. કનાન દેશમાં સખત દુકાળ પડયો છે, એટલે અમારાં ઘેટાંબકરાં માટે ત્યાં ઘાસચારો નથી. તેથી અમે આ દેશમાં વસવા આવ્યા છીએ. હવે તમારા દાસો પર કૃપા કરી અમને ગોશેન પ્રદેશમાં વસવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી તેઓએ ફારુનને કહ્યું, “અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કનાન દેશમાં ભયંકર દુકાળ પડયો છે એટલે અમાંરા ઘેટાંબકરાં માંટે ત્યાં બિલકુલ ચારો નથી. જેથી અમાંરે આ દેશમાં રહેવા આવવું પડયું છે; માંટે આપના સેવકોની નમ્ર અરજ છે કે, આપ અમને ગોશેન પ્રાંતમાં વસવાટ કરવા દો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 47:4
11 Iomraidhean Croise  

ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો; અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.


અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે;


અને દેશમાં ભારે દુકાળ હતો.


અને તમે ગોશેન દેશમાં રહેશો. તમે ને તમારાં છોકરાં ને તમારાં છોકરાંનાં છોકરાં તથા તમારાં મેઢાં તથા તમારાં ઢોર તથા તમારાં છોકરાંનાં છોકરાં તથા તમારાં મેઢાં તથા તમારાં ઢોર તથા તમારું સર્વસ્વ મારી નજદીક રહેશો.


ત્યારે તમારે આ પ્રમાણે કહેવું કે, ‘તમારા દાસોનો, એટલે અમારો તથા અમારા બાપદાદાનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર પાળવઅનો છે.’ જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે; કેમ કે ભરવાડમાત્રને મિસરીઓ ધિકકારે છે.”


અને ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા ને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે.


વળી ઇઝરાયલ મિસરમાં આવ્યો; હામના દેશમાં યાકૂબે મુકામ કર્યો.


કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”


પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.


ઈશ્વરે તેને કહ્યું, ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને [ત્યાંના લોકો] ચારસો વરસ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુ:ખ દેશે.’


અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ એમ કહેવું, ‘મારો પિતા મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો, ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો, ને તેના [લોકની] સંખ્યા થોડી હતી. અને ત્યાં એક મોટી, બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan