Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 45:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે બે વર્ષ થયાં દેશમાં દુકાળ છે; અને હજી બીજા પાંચ વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ધરતી પર દુકાળનું આ બીજું જ વર્ષ છે, હજી બીજાં પાંચ વર્ષ બાકી છે, તેમાં વાવણી કે કાપણી થવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 45:6
13 Iomraidhean Croise  

યાકૂબનો વંશ આ છે. યૂસફ સત્તર વર્ષનો થયો, ત્યારે તેના ભાઈઓની સાથે ટોળાં ચરાવતો હતો, અને તે જુવાન હતો, ને તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દિકરાઓની સાથે હતો; અને યૂસફ તેઓની ભંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો હતો.


અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે નગરેનગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.


અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.


અને મિસર દેશમાં પુષ્કળતાનાં જે સાત વર્ષ આવ્યા હતાં તે વીતી ગયાં.


અને યૂસફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં; અને સર્વ દેશોમાં દુકાળ પડયો. પણ આખા મિસર દેશમઆં અન્‍ન હતું.


અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને [અનાજ] વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.


અને તે વર્ષ પૂરું થયું ત્યારે બીજે વર્ષે તેઓએ તેની પાસે આવીને તેને કહ્યું, “નાણું ખૂટયું છે એ અમે અમારા ધણીથી છાનું રાખતા નથી; અને અમારાં જનાવરો પણ અમારા ધણીની પાસે છે. અને અમારી જાત તથા અમારી જમીન વિના અમારા ધણીની આગળ અમારી પાસે કંઈ બાકી રહ્યું નથી.


અને યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. જુઓ, તમારે માટે આ બી રહ્યાં, તમે જમીનમાં તે વાવો.


છ દિવસ તારે ઉદ્યોગ કરવો, પણ સાતમે દિવસે આરામ લેવો. ખેડવાની વખતે ને કાપણીની વખતે પણ તારે આરામ લેવો.


ભૂમિ ખેડનાર બળદ તથા ગધેડા સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો હશે તે ખાશે.


અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ, કે જેમાં ખેડાણ તથા વાવેતર કરવામાં આવ્યું ન હોય, ત્યાં લાવે ને ત્યાં જ તે ખીણમાં તે વાછરડીની ગરદન ભાંગી નાખે.


તે પોતાને માટે તેઓને હજારહજાર ઉપર સરદારો ને પચાસ પચાસ ઉપર સરદારો બનાવશે; તે કેટલાકને પોતાનાં ખેતરો ખેડવા, કાપણી કરવા, તથા યુદ્ધનાં શસ્‍ત્રોને પોતાના રથોનો સામાન બનાવવા કામે લગાડશે.


Lean sinn:

Sanasan


Sanasan