Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 45:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, ને આખા મિસર દેશનો તે અધિપતિ છે.” અને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, કેમ કે તેણે તેઓની વાત માની નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તેમણે કહ્યું, “યોસેફ હજી જીવે છે. અરે, એ તો આખા ઇજિપ્તનો અધિપતિ છે.” યાકોબ તો સ્તબ્ધ થઈ ગયો, અને તેમનું કહેવું માની શકાયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેઓએ તેને કહ્યું, “યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે.” તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.” આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 45:26
17 Iomraidhean Croise  

અને તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, ને એક બકરું કાપીને તેના રક્તમાં તે ઝભ્ભો બોળ્યો.


અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો.


અને તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબની પાસે આવ્યા, ને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું,


અને તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ નથી, ને શિમયોન પણ નથી, ને વળી બિન્યામીનને લઈ જાઓ છો. એ સર્વ મારે વેઠવાનું છે.”


પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.”


અને તેઓમાંનો એક મારી પાસેથી ગયો, ને મેં કહ્યું કે, તેને ખચીત [કોઈ જાનવરે] ફાડી ખાધો હશે; અને ત્યાર પછી મેં તેને જોયો નથી.


અને તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેમના પિતા યાકૂબની પાસે આવ્યા.


અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું તારું મુખ જોઈશ, એમ હું ધારતો નહોતો. અને જુઓ, ઈશ્વરે તારાં સંતાન પણ મને બતાવ્યાં છે.”


તેઓ નિરાશ થઈ ગયા હોય ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો, અને મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.


જો મેં તેમને બોલાવ્યા હોત, અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ હું માનત નહિ કે, તેમણે મારો સાદ સાંભળ્યો છે.


તેણે તેને પોતાના મહેલનો કારભારી, અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો; કે


જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.


મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તમારા પવિત્ર મંદિરમાં તમારી હજૂરમાં પહોંચી.


એ વાતો તેઓને પોકળ લાગી; અને તેઓએ તેઓનું માન્યું નહિ.


કે, જેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને દર્શન આપ્યું છે.”


તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?”


Lean sinn:

Sanasan


Sanasan