Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 45:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યૂસફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ ડૂમો શમાવી ન શકયો. અને તેણે મોટેથી કહ્યું, “મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો.” અને યૂસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો, ત્યારે તેની પાસે કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યોસેફ તેની તહેનાતમાં ઊભા રહેલા નોકરો આગળ પોતાના મન પર વધુ સમય કાબૂ રાખી શકાયો નહિ. તેથી તેણે મોટેથી કહ્યું, “બધા બહાર જાઓ.” યોસેફે તેના ભાઈઓને પોતાની ઓળખ આપી ત્યારે ત્યાં તેની સાથે કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, “દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય.” તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 45:1
12 Iomraidhean Croise  

અને તે તેઓની પાસેથી જઈને રડયો. અને તેઓની પાસે પાછા આવીને તેણે તેઓની સાથે વાત કરી, ને તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો:


કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે શી રીતે જાઉં? રખેને જે દુ:ખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.”


ગાથમાં એ કહેતા ના, આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરતા ના; રખેને પલિસ્તીઓની દીકરીઓ હરખાય, રખેને બેસુન્‍નતીઓની દીકરીઓ જ્યજ્યકાર કરે.


પછી તેણે તવો લઈને તેની આગળ તે ઠાલવી; પણ તેણે ખાવા ના પાડી. આમ્મોને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે.” એટલે સર્વ માણસો તેની પાસેથી બહાર ગયા.


હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; અને શાંત થઈને મેં પોતાને કબજે રાખ્યો છે; પણ હવે હું જન્મ આપનારીની જેમ પોકારીશ; મને હાંફણ તથા અમૂઝણ સાથે થશે.


વળી જો હું એવું કહું કે, તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ, તો જાણે મારાં હાડકાંમાં બળતો અગ્નિ સમાયેલો હોય, એવી મારા હ્રદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે; હું [બોલ્યા વગર] રહી શકતો નથી.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.


પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા જે સાક્ષીઓએ તેમના મૂએલાંમાંથી ઊઠ્યા પછી તેમની સાથે ખાંધુપીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા.


પછી બીજી વખતે યૂસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ આપી. એટલે યૂસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.


અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ [હિત] જોતો નથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી;


Lean sinn:

Sanasan


Sanasan