Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 43:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “મારી સાથે છોકરાને મોકલો. અને અમે ચાલી નીકળીએ કે, અમે અને તમે અને આપણાં છોકરાં જીવતાં રહીએ ને મરી જઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી યહૂદાએ પોતાના પિતા ઇસ્રાએલને કહ્યું, “એ છોકરાને અમાંરી સાથે મોકલો એટલે અમે ઝટ ચાલી નીકળીએ. જેથી તમે, અમે અને આપણાં બાળકો જીવતાં રહીએ અને મુત્યુના મુખમાંથી ઉગરીએ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 43:8
14 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે માટે વેચાતુમ લાવો કે, આપણે જીવતા રહીએ, ને મરી જઈએ નહિ.”


પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.”


અને અમે અમારા ધણીને કહ્યું, ‘અમારે ઘરડા પિતા છે, ને તેમના ઘડપણનો એક નાનો દીકરો છે. અને તેનો ભાઈ મરી ગયો છે, ને તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’


અને અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય, જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય, તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહિ.;


તે માટે હવે તને [આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની] આજ્ઞા છે. ‘તમે આમ કરો; તમારાં છોકરાંઓને માટે તથા તમારી પત્નીઓને માટે, મિસર દેશથી ગાડાં લેતા જાઓ, ને તમે તમારા પિતાને લઈ આવો.


એ માટે હવે બીહો નહિ. હું તમને તથા તમારાં છોકરાંને પાળીશ.” એમ તેણે તેઓને દિલાસો આપીને તેઓની સાથે હેતથી વાત કરી.


અને યૂસફના ઘરનાં સર્વ તથા તેના ભાઈઓ, તથા તેના પિતાના ઘરનાં સર્વ, તેની સાથે ગયાં. કેવળ તેઓનાં છોકરાં તથા તેઓનાં ટોળાં તથા તેઓનાં ઢોર ગોશેન દેશમાં તેઓ મૂકી ગયા.


તેના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, “કૃપા કરીને નગરમાં બચેલા ઘોડાઓમાંથી પાંચ લઈને કોઈને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. (જો તેઓ જીવતા રહેશે તો તેમની હાલત બધા બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, અને જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાએની હાલત કરતાં ખરાબ નહિ હોય.)”


જો આપણે કહીએ કે, [ચાલો] નગરમાં જઈએ, તો નગરમાં દુકાળ છે, ને ત્યાં આપણે મરી જઈએ. અને જો છાનામાના અહીં બેસી રહીએ, તોપણ મરી જઈએ. માટે હવે‍ ચાલો, આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું. અને જો તેઓ આપણને મારી નાખશે, તો પછી મરવાનું તો છે જ.”


તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે, અમારા ઈશ્વરની આગળ દીન થઈને અમારે પોતાને માટે, અમારાં બાળકોને માટે તથા અમારી સર્વ માલમિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.


હું મરી નહિ જઈશ, પણ જીવતો રહીશ, અને યહોવાનાં કૃત્યોને પ્રગટ કરીશ.


તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


પણ તમારાં છોકરાં જેઓના વિષે તમે કહ્યું, કે તેઓ લૂટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ, ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેના તેઓ અનુભવ કરશે.


રૂબેન જીવતો રહે, ને ન મરે; તો પણ તેનાં માણસ થોડાં રહે.”


Lean sinn:

Sanasan


Sanasan