Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 43:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને એમ થયું કે, અમે ઉતારા આગળ આવ્યા ત્યારે અમે અમારી ગુણો ઉઘાડી, તો જુઓ, હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં પૂરેપરું મૂકેલું હતું; અને તે અમે અમારી સાથે પાછું લાવ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 જ્યારે અમે અમારા ઉતારાએ પહોંચ્યા અને અમારી ગૂણો ઉઘાડી તો પ્રત્યેક માણસનાં નાણાં તેની ગૂણનાં મોંમાં હતાં! એ બધાં નાણાં અમારાં જ હતાં અને તેનું વજન પણ બરાબર થયું. અમે તે નાણાં અમારી સાથે પાછાં લાવ્યાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 43:21
12 Iomraidhean Croise  

અને બમણું નાણું તમારી સાથે લેતા જાઓ; અને તમારી ગૂણોનાં મુખમાં જે નાણું પાછું આવ્યું છે તે ફરીથી તમારી સાથે લેતા જાઓ; કદાચ ભૂલ થઈ હશે.


અને તે માણસોએ તે ભેટ લીધી, ને પોતાની સાથે બમણું નાણું લીધું, અને બિન્યામીનને સાથે લીધો; અને ઊઠીને મિસરમાં ગયા, ને યૂસફ આગળ આવી ઊભા રહ્યા.


અને કહ્યું, “ઓ અમારા ધણી, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને પહેલવહેલા આવ્યા હતા;


અને અનાજ વેચાતું લેવાને અમે અમારી સાથે બીજું નાણું લાવ્યા છીએ; અને અમારી ગૂણોમાં તે નાણું કોણે મૂક્યું, એ અમે નથી જાણતા.”


જુઓ, જે નાણું અમને અમારી ગૂણોનાં મુખમાંથી મળી આવ્યું, તે કનાન દેશથી અમે તમારી પાસે પાછું લાવ્યા; તો તમારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ?


ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે [કરવાને] કાળજી રાખો,


એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈબીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે.


તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંત:કરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે. અને અમે સર્વ બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.


તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”


અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan