ઉત્પત્તિ 42:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 યાકૂબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે. કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે, તો તમારાથી મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મરણ થાય, તમે એવું કરવા ઇચ્છો છો.” Faic an caibideilપવિત્ર બાઈબલ38 પણ યાકૂબે તેને કહ્યું, “માંરો પુત્ર તમાંરી સાથે નહિ આવે, કારણ કે એનો ભાઇ મરી ગયો છે, અને એ એક જ જીવતો છે. અને મુસાફરી દરમ્યાન જો તેના પર કોઈ આફત આવી પડે તો, તમે માંરાં વૃદ્વત્વને નાશવંત બનાવી અને મને ઉડાં શોક અને દુ:ખમાં મરવા મજબૂર કરશો.” Faic an caibideil |