Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 42:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેણે પોતાના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે; અને જુઓ, તે મારી ગુણમાં છે.” અને તેઓ મનમાં ગભરાયા, ને તેઓ થરથરતાં માંહોમાંહે બોલ્યા, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 એટલે તરત જ તેણે પોતાના ભાઇઓને કહ્યું, “માંરા પૈસા મને પાછા મળ્યાં છે. જુઓ, આ રહ્યા માંરા થેલામાં!” આ સાંભળીને તે બધા મનમાં ખૂબ ગભરાયા, અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ એકબીજાના મો જોવા લાગ્યાં, અને બોલવા લાગ્યા, “દેવે આપણને આ શું કર્યુ?”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 42:28
14 Iomraidhean Croise  

અને ઇસહાક બહુ થરથર ધ્રૂજ્યો, ને બોલ્યો ‘ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે આશીર્વાદિત થશે પણ ખરો.”


અને તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબની પાસે આવ્યા, ને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું,


અને તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ નથી, ને શિમયોન પણ નથી, ને વળી બિન્યામીનને લઈ જાઓ છો. એ સર્વ મારે વેઠવાનું છે.”


અને તેણે કહ્યું, “તમે કુશળ રહો, તમે બીહો મા; તમારા તથા તમારા પિતાના ઈશ્વરે તમારી ગુણોમાં તમને સંપત આપી છે. તમારાં નાણાં મને પહોંચ્યા છે.”


તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો, તથા યહોવાનાં મંદિરમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો, તે જોયાં ત્યારે તેના હોશકોશ ઊડી ગયા.


મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.


મેં મારા પ્રીતમને માટે [દ્વાર] ઉઘાડયું; પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો. તે બોલ્યો ત્યારે હું ભાન-ભૂલી બની ગઈ હતી. મેં તેને શોધ્યો, પણ મને તે જડયો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને કશો ઉત્તર આપ્યો નહિ.


પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.


યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.


યહોવાની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?


અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓનાં હ્રદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય ઘાલીશ. અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાસશે. અને જેમ તરવાર આગળથી કોઈ નાસે, તેમ તેઓ નાસશે.


નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે?


અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની શક્યતાથી માણસો નિર્ગત થશે. કેમ કે આકાશમાંનાં પરાક્રમો હાલી ઊઠશે.


અને એ દેશજાતિઓમાં તને કંઈ ચેન નહિ પડે, ને તારા પગના તળિયાને કંઈ આરામ નહિ મળે; પણ યહોવા ત્યાં તને કંપિત હ્રદય તથા ધૂંધળી આંખો તથા ઝૂરતું મન આપશે.


Lean sinn:

Sanasan


Sanasan