Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 41:56 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

56 અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને [અનાજ] વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

56 આખા દેશમાં દુકાળ પડયો ત્યારે યોસેફે બધા કોઠારો ઉઘાડીને ઇજિપ્તીઓને અનાજ વેચાતું આપ્યું. ઇજિપ્તમાં દુકાળ ખૂબ વિકટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

56 પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

56 અને જયારે સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો એટલે યૂસફે અનાજના બધા કોઠારો ખોલી નાખ્યા અને મિસરવાસીઓને અનાજ વેચવા માંડ્યુ. કારણ કે સમગ્ર મિસર દેશને દુકાળે ભરડો લીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 41:56
12 Iomraidhean Croise  

ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો; અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.


અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે. અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે.


અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે નગરેનગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.


અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકે ફારુનની આગળ ધાન્યને માટે કાલાવાલા કર્યા. અને ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ. અને તે તમને કહે તે કરો.”


અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા; કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો.


અને તે દેશનો અધિપતિ યૂસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. અને યૂસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભૂમિ સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.


અને દેશમાં ભારે દુકાળ હતો.


સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે.


ત્યારે તેણે મને કહ્યું, “એ તો આખા દેશ પર ફરી વળનારો શાપ છે. કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાટકી કાઢવામાં આવશે. અને [જૂઠા] સોગંદ ખાનાર દરેક માણસને તે પ્રમાણે અહીંથી ઝાટકી કાઢવામાં આવશે.”


કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.


તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.


Lean sinn:

Sanasan


Sanasan