Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 41:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 અને યૂસફે જ્યેષ્ઠ દિકરાનું નામ મનાશ્શા પાડયું; કેમ કે [તેણે કહ્યું,] “ઈશ્વરે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

51 યોસેફે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ દુ:ખો અને મારા પિતાનું ઘર વિસરાવ્યાં છે.” તેથી તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાશ્શા (વિસ્મરણદાયક) પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 યૂસફે પોતાના જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શા પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 દેવે મને માંરી બધી વિપત્તિઓ અને પિતાનું ઘર ભૂલાવી દીધાં છે. એમ કહીને યૂસફે મોટા પુત્રનું નામ મનાશ્શા પાડયું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 41:51
19 Iomraidhean Croise  

અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે. અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે.


અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યૂસફના બે દિકરા જન્મ્યા કે, જે તેને ઓનના યાજક પોટીફારાની દીકરી આસનાથને પેટે થયા.


અને બીજાનું નામ તેણે એફ્રાઇમ પાડયું. કેમ કે [તેણે કહ્યું,] “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”


અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યૂસફને કહ્યું, “જો, તારા પિતા માંદા પડયા છે.” અને તે પોતાના બે દિકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો.


અને હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા પહેલાં તારા જે બે દિકરા તથા મનાશ્શા, તેઓ મારા છે; રૂબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.


કેમ કે તું તારું દુ:ખ વીસરી જશે, વહી ગયેલા પાણીની જેમ તે તને યાદ આવશે.


તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે; તમે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે.


કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.


ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય, અને પોતાનું દુ:ખ ફરી કદી તેને યાદ આવે નહિ.


કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.


જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માગશે, તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે; અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે; કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે, ને તેઓ મારી આંખોથી સંતાઈ રહે છે.


યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:મનશ્શા તથા એફ્રાઈમ.


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


કેમ કે યૂસફપુત્રોનાં બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઈમ; અને વસવાને માટે નગરો, તથા તેઓનાં ઢોરઢાંક તથા તેઓની માલમિલકતને માટે પરાં, તે સિવાય તેઓએ તે દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહિ.


અને મનાશ્શા જે યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો:મનાશ્શાનો વડો પુત્ર માખીર, ગિલ્યાદનો પિતા, લડવૈયો હતો, એ માટે તેને તો ગિલ્યાદ તથા બાશાન મળ્યાં,


દિવસો વીતતાં એમ થયું કે હાન્‍નાને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો. અને તેનું નામ તેણે શમુએલ પાડ્યું, કેમ કે [તેણે કહ્યું,] “મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan