Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 41:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્‍ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 ફેરોએ પોતાની રાજમુદ્રિકા કાઢીને યોસેફને પહેરાવી, તેને અળસીરેસાનાં બારીક વસ્ત્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને શણનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 આમ કહીને ફારુને પોતાના હાથની મુદ્રા લઈને યૂસફના હાથે પહેરાવી દીધી, ને તેને મલમલનાં વસ્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 41:42
27 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, અને તેણે કહ્યું, “બાનમાં શું આપું?” તેણે તેને કહ્યું, “તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી.” અને તેણે તે આપ્યાં, ને તે તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ.


અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડયો; અને ‘ઘૂંટણ ટેકવો’ એવી તેની આગળ તેઓએ છડી પોકારી:અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો.


કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો, તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો; કારણ કે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.


એ સાંભળીને રાજાએ પોતાની મુદ્રિકા પોતાના હાથમાંથી કાઢીને યહૂદીઓના શત્રુ અગાગવંશી હામ્માદાથાના પુત્ર હામાનને આપી.


તે પછી પહેલા માસને તેરમે દિવસે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા, અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી.


મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર સંદેશિયાઓની, એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્રો રવાના કર્યા.


મોર્દખાય આસમાની તથા સફેદ રાજપોશાક, ને સોનાનો મુગટ, અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો; અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.


રાજાએ પોતાની મુદ્રિકા હામાનની પાસેથી પાછી લઈ લીધી હતી, તે કાઢીને તેણે મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો.


તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો, અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો; કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.”


માટે તેઓનો ગર્વ તો ગળાની કંઠી જેવો છે; વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.


કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે.


તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે; તેનાં વસ્‍ત્ર બારીક શણનાં તથા જાંબુડા રંગનાં છે.


તે શણનાં વસ્‍ત્ર બનાવીને વેચે છે; અને વેપારીને કમરબંધ [બનાવી] આપે છે.


તારા ગાલ વેણીઓથી, અને તારી ગરદન રત્નજડિત હારોથી દીપી રહી છે.


હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક જ નયનબાણથી, તારા એક કંઠમણિથી જ તેં મારું મન મોહિ લીધું છે.


આરસીઓ, બદનો, પાઘડીઓ તથા બુરખાઓ [તે બધું લઈ લેવામાં આવશે].


બંદીખાનામાં જે કપડાં તે પહેરતો હતો તે ઉતરાવીને તેને બીજાં પહેરાવ્યાં, ને તે જીવન પર્યંત નિત્ય તેની સાથે જમતો હતો.


તારો સઢ મિસરના ભરત ભરેલા શણનો હતો, તે તારી નિશાનની ગરજ સારતો. તારી છત અલિશાહના બેટોમાંથી [લાવવામાં આવેલા] નીલ તથા જાંબુડિયા [કપડા] ની હતી.


પણ મેં તારે વિષે સાંભળ્યું છે કે, તું અર્થ કરી શકે તથા સંદેહ દૂર કરી શકે છે. હવે જો તું એ લેખ વાંચી શકશે તથા તેનો અર્થ મને સમજાવી શકશે, તો તને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


ત્યારે બેલ્શાસ્સારની આજ્ઞાથી તેઓએ દાનિયેલને જાંબુડિયા [રંગનાં] વસ્ત્રો પહેરાવ્યાં, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવી, ને તેને વિષે ઢંઢેરો પિટાવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો.


રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા [રંગના] વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.


અને જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી કાઢીને દાઉદને આપ્યો, તેમ જ તરવાર, ધનુષ્ય તથા કમરબંધ સહિત પોતાનું કવચ પણ, તેને આપ્યું.


Lean sinn:

Sanasan


Sanasan