Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલો, આપણે બહાર મેદાનમાં જઈએ.” તેથી કાઈન અને હાબેલ મેદાનમાં ગયા. અને પછી કાઈને પોતાના ભાઈ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 4:8
23 Iomraidhean Croise  

અને આદમે ફરી પોતાની પત્નીને જાણી. અને હવાએ દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ શેથ પાડયું; કેમ કે, તેણે કહ્યું, “હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”


તમારી દાસીને બે દિકરા હતા, તે બન્‍ને ખેતરમાં લડી પડ્યા. તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો.


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


હવે યહોરામે પોતાના પિતાના રજ્યાસન પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાંક સરદારોને પણ તરવારથી મારી નાખ્યાં.


સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવી મોકલ્યું, “આવ, આપણે ઓનોના મેદાનના એક ગામમાં મુલાકાત કરીએ” પણ તેઓ તો મને નુકશાન કરવાનો ઇરાદો કરતા હતા.


તો નિશ્ચે તું નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દઢ થશે, અને ડરશે નહિ.


હે ઈશ્વર, તમે દુષ્ટોને ઠાર કરો [તો સારું] ; અરે ખૂની માણસો, મારાથી દૂર જાઓ.


તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાહ્યા થવાનું [તથા] ભલું કરવાનું છોડી દીધું છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


સોગન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી, ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે, ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે.


કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી, પુત્રી પોતાની માની સામી, ને વહુ પોતાની સાસુની સામી થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.


અને જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહીને તેના પર કંઈ ફેંક્યુમ હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય,


કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.


હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખાર્યા જે હોમવેદી અને પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવશે.’


પણ ઈસુએ તેને પૂછ્યું, “યહૂદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે?”


વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે ઈશ્વરે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી. અને તેથી મૂએલો હોવા છતાં પણ તે હજી બોલે છે.


અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.


તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામની ભૂલમાં ઘસી ગયા, અને કોરાના બંડમાં નાશ પામ્યા.


Lean sinn:

Sanasan


Sanasan